બહુચર્ચીત નિર્ભયાકાંડની ઘટના પછી સમગ્ર દેશ એક થયો છે સમગ્ર દેશમાં કાયદો કડક બનાવવાની માંગ વચ્ચે અનેક ચર્ચાસ્પદ અને ઘુર્ણાસ્પદ દુષ્કર્મના કેસો સામે આવ્યા છે દરમિયાન ફરી હૈદરાબાદમાં એક ડોક્ટર યુવતી પર દુષ્કર્મ અને તેની હત્યા બાદ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આવી સ્થિતિ વચ્ચે કચ્છના માંડવી વિસ્તારમાં એક વિકંલાગ યુવતી પર બળાત્કાર ગુજારનાર વગદાર ભાજપી કાર્યક્રર એક મહિના પછી પણ પોલિસના હાથે ઝડપાયો નથી જેને લીધે પશ્ચિમ કચ્છ પોલિસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે આરોપી વાલજી ભવાનજી સંઘાર પર આરોપ છે કે, તેણે 5 વર્ષ સુધી એક વિકંલાગ યુવતીને ધમકી અને લાલચ આપી તેની સાથે દુષ્કર્મ અને શ્રુષ્ટિ વિરૂધ્ધનુ કૃત્યુ કર્યુ હતુ ઘટનાના આટલા દિવસો બાદ અને કોર્ટમાંથી આગોતરા જામીન ના મંજુર થયા બાદ પણ વગદાર ભાજપી કાર્યક્રર હજુ પશ્ર્ચિમ કચ્છની બાહોશ પોલિસની ગીરફ્તમાં આવ્યો નથી જેને કારણે સત્તા પક્ષનાં ચાવવાના અને ખાવાના દાંત અલગ હોય એવું દ્રશ્ય ઉભું થઈ રહ્યું છે.
માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ કેમ મૌન ?
નોકરી અપાવવાના બહાને વિકલાંગ યુવતી સાથે દુષ્કર્મ કરનાર વાલજી માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનાં નજીકના હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે જો કે હાલ જ્યારે સમગ્ર દેશ સાથે તમામ મોટા નેતાઓ દુષ્ક્રર્મની ઘટના મામલે કડક કાયદાની માંગ કરી રહ્યા છે ત્યારે ભાજપના માંડવી વિસ્તારના ધારાસભ્ય એક મહિના પછી પણ આરોપી ન પકડાતા કેમ મૌન છે તે સવાલ ચોક્કસ ઉભો થાય ચોક્કસ કાયદો કાયદાનુ કામ કરે પરંતુ તેમના મત વિસ્તારમાં બનેલી ઘટના ભાજપનો કાર્યક્રર અને એક મહિના પછી પણ જો આરોપી ન પકડાય તો ચોક્કસ ધારાસભ્યની નૈતીક જવાબદારી છે કે સરકારમાં દબાણ લાવી આ કૃત્ય આચરનાર ઝડપથી પકડાય તેવા પ્રયત્નો કરે પરંતુ ધારાસભ્ય અત્યાર સુધી મૌન છે જે ઘણુ સુચવે છે.
ગૃહમંત્રી કડક કાયદાની નહી કાર્યવાહીની તો વાત કરો
તાજેતરમા જ દેશની સાથે ગુજરાતમાં બનેલી દુષ્કર્મની ઘટના પછી રાજ્યના ગૃહમંત્રીએ ગુજરાતમાં દુષ્કર્મના આરોપીઓ સામે કડક કાર્યવાહી સાથે ભોગ બનનાર પિડીતાને ન્યાય અને સહાયની વાત કરી હતી જો કે અહી ખુદ તેમનીજ પાર્ટીનો વગદાર કાર્યકર ઓક્ટોબર મહિનાથી દુષ્કર્મના કેસમાં ફરાર છે અને તેમની બાહોશ પોલિસ આરોપીને શોધી શકી નથી તે મામલે કચ્છના ધારાસભ્યો તો મૌન છે જ પરંતુ રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતી અને કડક કાયદાની વાતો વચ્ચે કડક અને ઝડપી કાર્યવાહી થાય તેવી માંગ થાય એ સ્વાભાવિક છે કેમકે કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા છંતા 1 મહિના કરતા વધુ સમય થયો વાલજી સંઘાર પકડાયો નથી ત્યારે તે ઝડપાય તેવા પ્રયત્ન કરી કડક સજા અપાય એ પણ સમયની માંગ છે
નલિયાકાંડ હોય કે જેન્તી ભાનુશાળી સેક્સકાંડની વાતો કચ્છ ભાજપ આવા મામલે હમેંશા ચર્ચામાં રહ્યુ છે પરંતુ સરકારની અસરકારક કામગીરીની વાતો હમેંશા આવા મામલે ફેઇલ રહી છે ત્યારે તેનુ વધુ એક ઉદાહરણ માંડવી દુષ્કર્મની ઘટનાએ પુરૂ પાડ્યુ છે કેમકે એક મહિના કરતા વધુ સમય થયો આરોપી પશ્ર્ચિમ કચ્છ પોલિસના હાથે ઝડપાયો નથી એ પણ કડવી વાસ્તવિકતા છે.