Home Crime બાંડિયા પ્રકરણમાં કલીપ વાયરલ કરનાર બે શખ્સ સામે કોમી લાગણીઓ ભડકાવવા...

બાંડિયા પ્રકરણમાં કલીપ વાયરલ કરનાર બે શખ્સ સામે કોમી લાગણીઓ ભડકાવવા બદલ ગુનો નોંધાયો

1446
SHARE
ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ભુજ
સરહદી જિલ્લા કચ્છમાં કોમી વાતાવરણ ડહોળાય તેવી કલીપ વાયરલ કરનાર બે શખ્સ સામે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં થોડા સમય પહેલા કચ્છનાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)માંથી બરખાસ્ત કરવામાં આવેલા એક શખ્સનો પણ સમાવેશ થયો છે કચ્છનાં અબડાસા તાલુકાનાં બાંડિયા ગામે ગયા રવિવારે ગૌચર મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ત્યારબાદ આ ઘટના અંગે એક ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને એક કલીપ વાયરલ કરવામાં આવી હતી. આ ક્લિપમાં રઘુવીર જાડેજા નામનાં શખ્સ દ્વારા એવી વાતો કરવામાં આવી હતી જેનાથી કોમી વૈમનશ્યતા ફેલાય અને કોમી લાગણી દુભાય તેમ હોવાનું ધ્યાનમાં આવતા નલિયા પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કલીપ અંગે કોમેન્ટ કરનારા એક અન્ય શખ્સ સામે પણ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
નલિયા પોલીસનાં જણાવ્યા પ્રમાણે, રઘુવીર જાડેજા તથા હાજા રબારી નામનાં શખ્સ સામે ઇન્ડિયન પીનલ કોડ તથા આઇટી એકટની જુદી જુદી કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની સામે પોલીસ ફરિયાદ થઈ છે તે રઘુવીરસિંહ જાડેજા નામના શખ્સને થોડા સમય પહેલા જ કચ્છનાં વીએચપીના માળખામાંથી બરખાસ્ત કરવામાં આવેલો છે આ ઉપરાંત ભૂતકાળમાં તેની સામે તડીપારની દરખાસ્ત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
સૂત્રોનું માનીએ તો હિન્દૂ સંગઠનના અગ્રણી તરીકે રઘુવીર જાડેજા દ્વારા ગઈ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભુજમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર વિરુદ્ધ એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને ભાજપનાં ઉમેદવાર નીમાબેન દ્વારા સમર્થન કરવામાં આવ્યું હોવાનો પણ સૂત્રોએ દાવો કર્યો હતો.