Home Social ગાંધીધામ પોલીસ પાંચ વર્ષના બાળક સાથે અલગ અલગ વિસ્તારોમાં ચક્કર કાપતી રહી…-...

ગાંધીધામ પોલીસ પાંચ વર્ષના બાળક સાથે અલગ અલગ વિસ્તારોમાં ચક્કર કાપતી રહી…- જાણો પછી શું થયું?

875
SHARE
સામાન્ય રીતે પોલીસ સાથે પનારો પાડવો એ થોડું અઘરું ગણાય છે પણ, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ હકીકત પણ અનેક કિસ્સાઓમાં ઉજાગર થઈ ચૂકી છે આજે વાત કરવી છે, આવા જ એક કિસ્સાની!! જેમાં પાંચ વર્ષના એક માસુમ બાળક માટે ‘પોલીસ દાદા’ ખરા અર્થમાં ‘દાદા’ બન્યા આટલી વાત કર્યા પછી આવો જાણીએ હૃદયને સ્પર્શી જાય તેવો આ કિસ્સો.
ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર બી.એચ. સુથાર પોતાના ડી સ્ટાફના પોલીસ કર્મીઓ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમણે પાંચ વર્ષના એકલા અટૂલા એક બાળકને રડતા જોયો, તરત જ એ બાળક પાસે જઈને પોલીસે તેને શાંત પાડી કાળજીપૂર્વક તેની પૂછપરછ કરી, રડતા રડતા પાંચ વર્ષના આ બાળકે પોતાનું નામ કૈલાસ તેમજ પોતાના પપ્પાનું નામ સોમાભાઈ હોવાનું જણાવ્યું હતું પણ, મુશ્કેલી એ નડી રહી હતી કે, એ ક્યાં રહે છે, એ વાત આ બાળક ભૂલી ગયો હતો જોકે, પીઆઇ બી.એચ.સુથારે ઘરથી વિખુટા પડી ગયેલા આ ગભરુ બાળકને ફરી તેના પરિવાર સાથે મેળાપ કરાવવા કુનેહપૂર્વક કામ લીધું અને જાતે જ એ બાળકને લઈ પોતાની પોલીસ ટીમ સાથે ગાંધીધામના અલગ અલગ રહેણાંક વિસ્તારોમાં ફર્યા અહીં પોલીસની સજાગતા રંગ લાવી અને ગળપાદર હાઉસિંગ સોસાયટી પાસે આવેલા ઝૂંપડાઓ પાસે પહોંચ્યા ત્યારે બાળકે કહ્યું પોતે આ વિસ્તારમાં રહે છે બસ, પછી તો તુરત જ તેના માતા પિતાનો પત્તો મળી ગયો આ બાળક કૈલાસના પિતા સોમાભાઈ વાલ્મિકી અને માતા ચન્દ્રીકાબેન સોમાભાઈ વાલ્મિકીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાળકનો કબ્જો સોંપ્યો ત્યારે માતા, પિતા અને બાળક સૌ રડી રહ્યા હતા તો ખાખી વરદીધારી પોલીસ કર્મીઓની આખો પણ ભીની હતી પણ, આ આંસુઓ હર્ષનાં હતા પોતાને ઘેરથી ભૂલો પડી ગયેલો માસુમ કૈલાસ ચાલતા ચાલતા ત્રણ કિલોમીટર દૂર પહોંચી આવ્યો હતો, પણ અંતે તે હેમખેમ પોતાને ઘેર પહોંચી ગયો.