વિકાસની હરણફાળ ભરી રહેલા રાપરમાં ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપનાના 23 વર્ષ બાદ ચુંટણી યોજાઇ હતી જેમા 65 પૈકી 63 સદસ્યો એ મતદાન કરી રઘુવંશી સમાજના આગેવાન અને રાપરના વેપારી મુકેશ ઠક્કરને વિજયી બનાવ્યા હતા રાપરમાં નવા પ્રમુખની ચુંટણી પહેલા બેઠક મળી હતી જેમા તમામ વેપારીઓએ ચુંટણી પ્રક્રિયાનો આગ્રહ રાખ્યો હતો અને 3 ઉમેદવારો એ દાવેદારી કરી હતી જેમા દિનેશ સોની તથા શૈલેષ શાહને પાછળ રાખી નવા પ્રમુખ તરીકે મુકેશ ઠક્કર ચુંટાયા હતા જીત બાદ સ્થાનીક વેપારીઓને નડતા પ્રશ્નો ઉકેલવાની ખાતરી સાથે વર્તમાન પ્રમુખ પ્રકાશ મહેતાના સ્થાને મુકેશ ઠક્કરે સ્થાન લીધુ હતુ આમતો આવી સ્થાનીક ચુંટણીઓમાં રોમાંચ હોતો નથી પરંતુ 23 વર્ષની સ્થાપનાના ઇતિહાસમાં પ્રથમ વખત ચુંટણી યોજાતા વેપારીઓ સહિત સ્થાનીક લોકોમાં રોમાંચ હતો