Home Social એસ.સી./એસ.ટી. અધિનિયમ સીથીલ કરતાં સુપ્રીમ કોર્ટ ના ચુકાદા સામે રીવ્યુ પીટીશન દાખલ...

એસ.સી./એસ.ટી. અધિનિયમ સીથીલ કરતાં સુપ્રીમ કોર્ટ ના ચુકાદા સામે રીવ્યુ પીટીશન દાખલ કરવા વડાપ્રધાનશ્રી મોદીજી પાસે એન.ડી.એ. તથા ભાજપના મંત્રીશ્રીઓ અને સાંસદોની રજૂઆત.

974
SHARE
અનુસુચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અત્યાચાર કાનૂન 1989 માં સુધાર કરી વર્તમાન એન.ડી.એ. સરકારે લોકસભા / રાજ્યસભા માં વિસ્તૃત ચર્ચા કરી વર્ષ ૨૦૧૬ માં સંશોધન પ્રસ્તાવ પારીત કરી એસ.સી. / એસ.ટી. ની વિશેષ સુરક્ષા – અધિકાર, સન્માન સ્વાભિમાન અને ઉત્થાન માટે કડક ફાયદો અમલ માં લાવ્યો હતો દલિત – શોષિત અને વિકાસવંચિતો ખાતર વિવિધ કડક નિયમો બનાવ્યા હતા, એસ્ટ્રોસીટી એક્ટ હેઠળ અત્યાચાર કરનારને ગૈરજમાનત વોરંટ અને અન્ય અનુસુચિત જાતિ / જનજાતિ ઉપર થતા અત્યાચાર વિરુદ્ધ વિશેષ ન્યાયાલયની વ્યવસ્થા, લોક અભિયોજક નીમવાનું પ્રાવધાન, અધિનિયમ હેઠળની તપાસ એસ.પી. કક્ષાએ થવા તેમજ  અપમાન નજક વ્યવહાર, અખાધ પ્રદાર્થ ખવડાવવા, સામાજિક બહિસ્કાર, જમીનો ઉપર અવૈધ કબજો કરવા, પાણી સિંચાઈ સ્ત્રોતથી વંચિત કરવા, સ્કુલ, હોસ્પીટલ, સિનેમાઘરમાં તેમના ઉપર પ્રતિબંધ લગાડવા એ ગુન્હા નીચે આવરી લેતા અધિનિયમને વર્તમાન સરકારે પસાર કર્યો હતો, પરંતુ હાલમાં 20 માર્ચ 2018 ના સુપ્રીમ કોર્ટે આપેલા ફેંસલા સામે એસ,સી, અને એસ,ટી. સમુદાય માં જન આક્રોશ ઉદભવતા આ ફેંસલા સામે સુપ્રીમ કોર્ટ માં રીવ્યુ પીટીશન દાખલ કરવા સરકારશ્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સમક્ષ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગહલોત, ગાહક સુરક્ષા મંત્રી રામવિલાસ પાસવાન, વોટર રિસોર્સ  મંત્રી અર્જુન મેઘવાલ, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે અને વિજય સંપલાની સાથે રાજ્યસભા સાંસદ અને ગુજરાત અનુસુચિત જાતિ મોરચા અધ્યક્ષ શંભુનાથ ટૂંડિયા, કચ્છના સાંસદ વિનોદભાઈ  ચાવડા અને એન.ડી.એ. ઘટક પક્ષ અને ભાજપના ના એસ.સી./એસ.ટી. સાંસદો એ રિવ્યુ પીટીશન સુપ્રીમમાં દાખલ કરવા રજૂઆત કરી હતી. આ રજુઆત અંગે  સરકાર સકારાત્મક અભિગમ દર્શાવતા જણાવ્યું હતું કે સરકાર અનુસુચિત જાતી / જનજાતિના હિત માટે  બધું કરવા સંકલ્પ બદ્ધ છે,રજુઆત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકાર હકારાત્મક હોવાની લાગણી વ્યક્ત કરતાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે  બંધારણનાં ઘડવૈયા અને અનુસુચિત જાતી ઉત્થાન બાબતે કરેલા બંધારણ માં ઉલ્લેખની સાથે બાબા સાહેબ ને હંમેશા તેમના સિધ્ધાંતોને માટે એન.ડી.એ. સરકાર શ્રાધ્ય ભાવ આપે છે, તેમની સ્મૃતિમાં પંચતીર્થી નાગપુર માં દિક્ષા સ્થળ, મુંબઈ માં ચૈતન્યભૂમિ સ્મારક, દિલ્હીમાં આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, દિલ્હી અલીપુર રોડ પર આંબેડકર મેમોરિયલ, તેમના જન્મ સ્થળ મધ્ય પ્રદેશ મહુમાં પાર્ક અને સ્મારક, વડોદરા માં સંકલ્પ ભૂમિ સાથે સ્મારક, મહારાષ્ટ્ર ફડનવીશ સરકાર દ્વારા લંડન મધ્યે તેઓ રહેતા હતા તે મકાન ખરીદી સંગ્રાલય બનાવવામાં આવ્યું છે તેવીજ રીતે તેમની સ્મૃતિમાં ટપાલ ટીકીટ, ચલણી સિક્કા, ભીમ એપ, અને ૧૨૫મી જન્મ જયંતી સમસ્ત ભારતમાં ભવ્ય રીતે ઉજવવામાં આવી  લોકસભા અને રાજ્યસભામાં ત્રણ દિવસ ચર્ચા કરી બંધારણ દિવસ ઉજવવાનું નક્કી કર્યું, બાબા સાહેબ નાં સિદ્ધાંતો ને સમજવા શ્રધ્ધા સ્થળો ને વિકસાવવા માં આવ્યા છે  વધુ માં શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે મોદીજીના જણાવ્યા અનુસાર તેઓ વડાપ્રધાન પદે પહોંચયા  છે તે પણ આંબેડકરજી નાં સિદ્ધાંતો અને સંવિધાનની દેન છે,  તેમને બનાવેલા સંવિધાનમાં નાના મા નાનો માણસ ઉચ્ચતર પદે પહોંચી શકે છે, તેમણે અનુસુચિત જાતી / જનજાતિ અને શોષિત માટે જે બંધારણ માં નિયમો આવર્યા છે તેમનું ભારત સરકાર તથા ભાજપા જતન કરશે એવી ખાતરી પણ આપી હતી.