એક તરફ રોજગાર-ધંધા નથી આરોગ્ય ક્ષેત્રે લોકોને પુરતી સુવિદ્યા મળતી નથી. શહેરી વિસ્તારોમાં રોડ-રસ્તાની બિસ્માર હાલત અને ગટરના ઉભરાતા પાણીથી નાગરીકો પરેશાન છે. ત્યા કચ્છમાં વધુ વરસાદથી ખેડુતોની હાલત દયનીય બની છે. પરંતુ તે વચ્ચે પ્રજાની ખરેખર સમસ્યાઓ જાણવાના બદલે ભાજપ વડાપ્રધાન જન્મદિવસ સપ્તાહની ઉજવણીમાં વ્યસ્ત છે. ચોક્કસ સરકારની વિવિધ યોજનાઓના લાભ પણ લોકો સુધી પહોચાડાઇ રહ્યા છે. પરંતુ બહુવર્ગને સ્પર્ષતા પ્રશ્ર્નોના ઉકેલ માટે ભાજપના ચુંટાયેલા પ્રતિનીધીઓને જાણે રસ ન હોય તેમ અનેક ફરીયાદો પછી તેમની સમસ્યાનો ઉકેલ નથી આવતો કે નથી તેમની વાત યોગ્ય જગ્યાએ પહોચતી હા ભાજપમાં કોરોના જેવી મહામારી અને પ્રજાને હાડમારી વચ્ચે પણ જુથ્થવાદ માટે સમય ચોક્કસ છે.
104ની સેવા શરૂ કરવામાં ઝંડા જ ઝંડા
એક તરફ જ્યા આમ નાગરીકોને પોતાની વાત તંત્રના બહેરા કામ સુધી પહોચાડવા માટે થોડી સંખ્યામાજ હાજર રહેવાની મંજુરી છે. કિસાન મોટી સંખ્યામાં એકઠા થાય તો કાયદાકીય કાર્યવાહી થાય છે. તેવામાં અગાઉ પણ અનેક કિસ્સાઓમાં નિયમો ભંગ કરતા ભાજપના ધારાસભ્ય મંત્રી નઝરે પડ્યા છે. ત્યા તાજેરમાંજ ભુજ-ગાંધીધામ ખાતે કોવીડ રેપીટ એકશન ટીમ 104 ની સેવાનો પ્રારંભ કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને અન્ય લોકોની હાજરી હતી અને નવાઇ વચ્ચે મંત્રી હાજર હોવા છંતા ભાજપના તમામ નેતા અને પાલિકા પ્રમુખના હાથમાં પણ લીલી ઝંડીઓ દેખાતી હતી. તો આવુજ ગાંધીધામ ખાતે પણ જોવા મળ્યુ જેમાં 3 લોકો એકસાથે લીલીઝંડી આપી આ સેવાનો પ્રારંભ કરાવતા નજરે પડે છે. જ્યા એજ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં મંજુરી વગર નેતાઓ એકઠા થાય છે ત્યા તેજ કમ્પાઉન્ડમાં ખેડુતો,પશુપાલકો અને આમ નાગરીકોના એકઠા થવા પર મંજુરી નહી અને કાર્યવાહી થઇ રહી છે
ગાંધીધામ પાલિકાએ તો હદ્દ કરી!
એક તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાઇ રહી છે. રસ્તાઓના ઠેકાણા નથી. ભુજ જેવી સ્થિતીજ ગાંધીધામની છે. પરંતુ તેવી સમસ્યાના ઉકેલ વચ્ચે ગાંધીધામ પાલિકાના કાઉન્સીલરો વચ્ચેનો જુથ્થવાદ ખુલીને વાયરલ થયો છે. આદિપુર ખાતેના એક ગાર્ડનમાં લાઇટીંગ ફાઉન્ટેનને પાલિકા પ્રમુખ અને બે કાઉન્સીલરોએ જઇ ઉદ્દધાટન કરી નાંખ્યુ પરંતુ જેવા ફોટો ગાંધીધામ ભાજપના ગ્રુપમાં વાયરલ થયા તે સાથેજ અન્ય કાઉન્સીલરો અને ખુબ બાગ-બગીચા કમીટીના ચેરમેને જાહેરમાં તેમને આમત્રંણ ન મળ્યુ હોવાનુ કહી ગાંધીધામ ભાજપમાં કેટલો જુથ્થવાદ છે તેનો પરચો આપ્યો હતો જો કે ભાજપના આંતરીક ગ્રુપમાં બનેલી ધટના થોડીવારમાં જાહેર થઇ ગઇ હતી. પરંતુ મહામારી વચ્ચે લોકોની સમસ્યા દુર કરવાના બદલે બાગ-બગીચાના મોંધા કામોને ખુલ્લા મુકી જુથ્થવાદને ખુલ્લો કરવામાં મસ્ત છે.
સમસ્યા ધણી છે. અને સમાધાન નથી એવુ પણ નથી કે ચુંટાયેલા પ્રતિનીધી અને તંત્ર કામ નથી કરી રહ્યુ પરંતુ જ્યા બહોળા વર્ગને વિવિધ સમસ્યાઓ છે. તેના ઉકેલના સમાચારો કરતા રાજકીય નેતાઓની નિષ્ફળતા તેમના પ્રજા પ્રત્યેના અભીગમ અને આંતરીક જુથ્થવાદની ચર્ચા વધુ છે. ત્યારે પ્રજાહિતમાં સાથે મળી ચુંટાયેલા પ્રતિનીધીઓ સમસ્યા ઉકેલના ગ્રીન સીગ્લન આપે તે જરૂરી છે