Home Crime ભુજની રતીયા સીમમાં પાપ છુપાવવા જમીન માફીયાઓનો ખેડુત આગેવાન પર હુમલો જુઓ...

ભુજની રતીયા સીમમાં પાપ છુપાવવા જમીન માફીયાઓનો ખેડુત આગેવાન પર હુમલો જુઓ લાઇવ વિડીયો

7781
SHARE
ભુજ તાલુકાના રતીયા ગામની સીમમાં નિયમ વિરૂધ્ધ વાઇટકોલર જમીન માફીયાઓ દ્વારા ગેરકાયેદસર રીતે જમીન પર કબ્જો અને ધાર્મીક સ્થળ વિકાસના નામે કિંમતી જમીન અને ખનીજ સંપદાને નુકશાન પહોચાડાતુ હોવાની ફરિયાદ આમતો લાંબા સમયથી ઉઠી રહી છે. પરંતુ ભુજમાં બેઠેલા સરકારી બાબુઓએ અત્યાર સુધી આ મામલે અનેક ફરીયાદો પછી તપાસની તસ્દી લીધી નથી ત્યારે આજે આ ઘટનામાં નવો વણાંક આવ્યો છે. કચ્છના કિસાન આગેવાન અને કોગ્રેસી અગ્રણીએ આજે ખાણખનીજ વિભાગમાં સવારે અરજી કર્યા બાદ સાંજે પંચનામાં માટે ગયા ત્યારે તેમના પર હિંસક હુમલાનો બનાવ બન્યો છે. જે મામલે તેઓએ માનકુવા પોલિસમાં ફરીયાદ નોધાવી છે જેની તપાસ પોલિસે શરૂ કરી છે.
વાઇટકોલર જમીન માફીયાઓની હિંમત તો જુઓ
રતીયા સીમમાં ભવિષ્યમાં નિર્માણ પામનાર એક મંદિરના નામે થોડા મહિનાથી કામ શરૂ થયુ છે. જેમાં ભુજના ખ્યાતનામ બિલ્ડરો અને સમાજના અગ્રણીઓ જમીન સમથળ કરવાનુ કામ કરી રહ્યા છે. પરંતુ થોડા સમયથી આ જમીનની આડમાં આસપાસમાં આવેલી  કિંમતી જમીન અને ખનીજ ચોરીનુ કારસ્તાન પણ થતુ હોવાની ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે આજ મામલે કિસાન આગેવાન એચ.એસ.આહિરે ખાણખનીજ વિભાગમાં આજે અરજી કરી હતી જે સંદર્ભે સાંજે ખાણખનીજ વિભાગની એક ટીમ સ્થળ પર પંચનામાં માટે પહોચી હતી પરંતુ તે સમયેજ હાજર ફરીયાદી એચ.એસ.આહિર પર ત્યા ઉપસ્થિત 3 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ધમેન્દ્રસિંહ વાઘેલાએ હુમલો કર્યો હતો. ધમેન્દ્રસિંહ વાઘેલા ભુજ સ્થિત એક નામાકીંત સ્કુલના સંચાલન સાથે પણ સંકળાયેલા છે.આ હુમલાનો વિડિઓ શોશિયલ માધ્યમમાં વહેતો થતા જમીનના ધંધાર્થીઓમાં પણ તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થઇ  હતી.
ખેરેખર તંત્ર તપાસ કરે તો મોટુ કૌભાડ ખુલે
અગાઉ પણ ભુજના ખારી નદી વિસ્તારમાં મકાનની લોભામણી સ્કીમની સાથે હાઇકોર્ટના આદેશ વિરૂધ્ધ પાણીના વહેણ પર દબાણનો મુદ્દો ઉપસ્થિતી થયો હતો જેમાં ભુજના નામાકીંત બિલ્ડરનુ નામ સામે આવ્યુ હતુ. તે મામલે હજુ કોઇ ઠોસ કાર્યવાહી થઇ ન થઇ ત્યા તેની અડીનેજ આવેલી  રતીયા સીમમાં ભવ્ય મંદિરના નામે જમીન સમથળ કરવાનુ કામ શરૂ થયુ જેમાં મુળ જમીન સાથે આસપાસની અન્ય સરકારી-ગૌચર જમીન પર પણ કબ્જાની ફરીયાદો ઉઠી અને સાથે કિંમતી જમીન ચોરીના આરોપો પણ લાગ્યા પરંતુ મોટામાથાઓના પીઠબળ હેઠળ ચાલતા આ કારસ્તાનનમાં કોઇ તપાસ ન થઇ અને આજે જ્યારે તેની તપાસ શરૂ થઇ તે સાથે ફરીયાદી પર હુમલો થયો જો કે હવે મામલો પોલિસે મથકે પણ પહોચ્યો છે. અને સરકારી અધિકારીની હાજરીમાં આ બનાવ બન્યો છે. ત્યારે ખરેખર તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું
કિસાન આગેવાને  જમીન દબાણ અને હુમલા મામલે ભુજના નામાકીંત વ્યક્તિ અને સામાજીક અગ્રણીનો હાથ હોવાના આક્ષેપો કર્યા છે અને  તંત્ર અને પોલિસ મથકે પણ આ રતીયાની કિંમતી જમીનનો મામલો પહોચ્યો છે. ત્યારે જોવુ રહ્યુ તંત્ર હવે શુ પગલા લે છે? અને શુ કાર્યવાહી કરે છે? પરંતુ એક વાત ચોક્કસ છે. કે કચ્છના મુખ્ય અધિકારીઓ જ્યા બેસે છે તેવા ભુજ નજીકજ જમીન વિવાદમાં માફીયાઓ દ્વારા આવો હુમલો થાય તે ચિંતાજનક બાબત છે.