ભુજ તાલુકાના રતીયા ગામની સીમમાં ગૌચર દબાણ-ખનીજ ચોરી સહિતની લાંબા સમયથી ઉઠી રહેલી ફરીયાદ અને વિવિધ લોકો દ્રારા કરાયેલી રજુઆત પછી કિસાન આગેવાન એચ.એસ.આહિર દ્રારા ગઇકાલે આ મામલે ખાણખનીજ વિભાગમાં રજુઆત કરાઇ હતી. જેના સ્થળ નિરક્ષણ માટે ગેયલા ખાણખનીજ વિભાગના કર્મચારીઓની હાજરીમાં ફરીયાદી પર થયેલા હુમલા બાબતના સમગ્ર કચ્છમાં ધેરા પ્રત્યાધાત પડ્યા છે. ગઇકાલે હુમલો કરનાર ધમેન્દ્રસિંહ વાધેલાએ કોના ઇશારે ધાકધમકી-બિભીત્સ ગાળો અને હુમલો કર્યો તેની ઉંડી તપાસ માટે આજે એસ.પીને આવેદનપત્ર અપાયુ હતુ. જેમાં સ્પષ્ટ્ર આક્ષેપ કરાયા હતા. કે ધમેન્દ્રસિંહ વાધેલાએ એસ.વી.સી.ટી ના માલિક ગોપાલ ગોરસીયાના ઇસારે આ હુમલો કરી ધમકી આપી હતી. જેથી આ મામલે ઉંડાણપુર્વકની તપાસ કરવામાં આવે તથા ભવિષ્યમાં આવી ધટના બને તો તેના માટે ગોપાલ ગોરીસીયા જવાબદાર રહેશે તો પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાને કરાયેલી લેખીત રજુઆતમાં વગદાર એવા ગોપાલ ગોરસીયા પોલિસ મથકો પર પ્રભાવ ધરાવે છે. અને તેથીજ માત્ર ધમેન્દ્રસિંહ વાધેલા સામે ફરીયાદ નોંધવામાં આવી છે. તેથી સમગ્ર મામલે તપાસ કરી તેની મુળમાં રહેલા ગોપાલ ગોરસીયા સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે ન્યાયીક તપાસની માંગ કરવામાં આવી હતી. કિસાન આગેવાનની રજુઆત સમયે આર.ટી.આઇ એક્ટીવીસ્ટો પણ સાથે રહ્યા હતા.