કોરોના મહામારી અને લોકડાઉનના પગલે કચ્છ અને મુંબઇ વચ્ચેનો સીધો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. કચ્છ મુંબઇ વચ્ચે અનેક ટ્રેન ચાલુ હોવા છંતા પણ અવારનવાર વધુ ટ્રેન ફાળવવા માટે રેલ્વે મંત્રાલયમાં રજુઆત કરાઇ છે. જો કે લોકડાઉનના કારણે અટકી ગયેલો ટ્રેન વ્યવહાર આવતીકાલથી પુન શરૂ થશે ત્યારે લોકસભાના ચાલી રહેલા ચૌમાસુ સત્રમા રવિવારે કચ્છના સાંસદે મુંબઇ-કચ્છ વચ્ચે ટ્રેન વ્યવહાર શરૂ કરવા માટે રેલ્વે મંત્રાલયનો આભાર માન્યો હતો. સાથે-સાથે કચ્છથી દિલ્હી માટે બંધ થઇ ગયેલી ટ્રેન સેવા શરૂ કરવા સાથે સુપરફાસ્ટ ટ્રેન મંજુર થાય તેવી માંગણી કરી હતી. તો સાથે-સાથે ભુજ-મુંબઇ વચ્ચે વધુ એક સુપર ફાસ્ટ ટ્રેન શરૂ કરાય તેવી માંગ લોકસભા સત્રના શુન્યકાળ દરમ્યાન રજુ કરી હતી. કચ્છના સાંસદ અવારનવાર ટ્રેન અને હવાઇ સેવા કચ્છને નિયમીત મળે તે માટે પ્રયાસો કરતા હોય છે. ત્યારે વધુ એક વખત તેઓએ કચ્છને વધુ ટ્રેનો મળે તે માટે રજુઆત કરી છે. રવિવારે શુન્યકાળમાં રજુ કરાયેલા સાંસદના પ્રશ્ર્નોની વિશેષતા એ હતી કે તેમને ગુજરાતી ભાષામાં પોતાની વાત રજુ કરી હતી. અને અધ્યક્ષનુ તેના માટે અભિવાદન પણ કર્યુ હતુ