કચ્છમાં વિપુલમાત્રામાં ખનીજ સંપતીઓ આવેલી છે. અને તેથીજ બેન્ટોનાઇટ,બોકસાઇટ જેવા કિંમતી ખનીજની ચોરીના અનેક કિસ્સાઓ ચોપડે ચડ્યા છે. અને કેટલાય મોટો કિસ્સાઓમાં તંત્ર તેના મુળ સુધી પહોચી શકી નથી. જો કે આવી મોટી ચોરીઓ સાથે કચ્છમાં રેતી ચોરીનુ દુષણ પણ મોટુ છે. તંત્રના નાક નીચેથી કરોડો રૂપીયાની રેતીચોરીના કિસ્સાઓ બન્યા છે. જે સ્થાનીક ફરીયાદ અને લડત પછી પોલિસ ચોપડે ચડ્યા છે. ત્યારે ફરી સારા વરસાદ પછી કચ્છમાં રેતીચોરીનુ દુષણ મીઠીનઝર હેઠળ વેગવંતુ બને તો નવાઇ નથી. તાજેતરમાંજ ભુજના કુનરીયા ગામના સંરપચ ભાઇ દ્રારા ચાલતા રેતીચોરીના કારસ્તાન મામલે ફરીયાદ થતા આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો અને તાજેરતમાંજ સારા વરસાદ પછી ભુજ LCBએ માંડવી નજીકથી શંકાસ્પદ રેતી લઇ જતા વાહનો કબ્જે કરતા કચ્છમાં ફરી રીતે ચોરીનુ કારસ્તાન શરૂ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.
માંડવીના નજીકથી 25 ટન રેતી લઇ જતા સાધનો જપ્ત
કિંમતી સંપદાની સાથે રેતી ચોરીનુ પણ મોટુ કારસ્તાન કચ્છમાં ચાલે છે. ત્યારે માંડવીના કોડાય નજીક એલ.સી.બીએ બાતમીના આધારે શંકાસ્પદ અને રોયલટી વગરનો રેતીનો જથ્થો લઇ જતા સાધનો ઉભા રાખી તેની સામે કાર્યવાહી કરી હતી. ભુજ LCBની તપાસમાં હજુ એ ખુલ્યુ નથી કે આ જથ્થો ક્યાથી લવાયો હતો અને ક્યા જઇ રહ્યો હતો. પરંતુ ભુજ LCBએ 25 ટન રેતીના જથ્થા સહિત હાઇવા ડમ્પર,તથા 2 ટ્રેક્ટર સહિત 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો હાસમ મામદ સમા,હનીફ લતીફ ચૌહાણ તથા અબ્દુલ જુસબ કુંભારની અટકાયત કરી વધુ તપાસ માટે માંડવી પોલિસને સોંપ્યા છે. જો કે હવે જોવાનુ એ રહે છે કે શંકાસ્પદ રેતી ઝડપાવા મામલે આગળ શુ તપાસ થાય છે.
સારા વરસાદ પછી નદીના પટમાં હજુ પાણી ભરાયેલુ છે. પરંતુ પાણી સુકાતાજ રેતી ચોરીનુ દુષણ ચોક્કસ પચ્છિમ કચ્છમાં વધશે ત્યારે પાણી પહેલા પાડ બાંધી પોલિસ કડક હાથે કામ લે તે જરૂરી છે.