Home Crime ટાટા પાવર પ્લાન્ટમાં ધુસેલા 4 આંતકીઓએ બ્લાસ્ટ કર્યો: SOG ની મોકડ્રીલમાં એક...

ટાટા પાવર પ્લાન્ટમાં ધુસેલા 4 આંતકીઓએ બ્લાસ્ટ કર્યો: SOG ની મોકડ્રીલમાં એક આંતકી ઠાર

5540
SHARE
પહેલા પાકિસ્તાન અને હવે ચીન સાથે બોર્ડર પર સતત તણાવ પુર્ણ પરિસ્થિતી વચ્ચે ગુજરાતની પશ્ર્ચિમી બોર્ડર એવા કચ્છમાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે છાસવારે ગુપ્તચર એજન્સીઓ દ્રારા કચ્છમાં ધુસણખોરી અને આંતકી હુમલાના ઇનપુટ પણ મળી રહ્યા છે. અને તે વચ્ચે આજે પચ્છિમ કચ્છ પોલિસની મહત્વની શાખા SOG તથા સ્થાનીક મુન્દ્રા પોલિસ દ્રારા દેશવિરોધી આવી ઘટના સમયે કઇ રીતે કામ કરવુ તે અંગે મોકડ્રીલ યોજાઇ હતી પોલિસને ઇનપુટ મળ્યા હતા કે મુન્દ્રા નજીક આવેલા ટાટા પાવર પ્લાન્ટમાં 4 આંતકીઓ ધુસ્યા છે. અને બલાસ્ટ કર્યો છે. જેના પગલે મુન્દ્રા પોલિસ તથા SOG એ સયુક્ત રીતે એક ઓપરેશન લોન્ચ કર્યુ હતુ. અને એક આંતકવાદીને ઠાર મારી સ્થિતી પર નિયત્રંણ મેળવ્યુ હતુ. અને 3 આંતકીઓને ઝડપી પાડ્યા હતા. કચ્છના કોસ્ટલ વિસ્તારમાં આવેલા બે મહત્વના પોર્ટ અને ઓદ્યોગીક એકમોની સુરક્ષા અંગે પણ ગુપ્તચર સંસ્થાઓ દ્રારા સતત ઇન્પુટ મળી રહ્યા છે. ત્યારે અન્ય બોર્ડર સુરક્ષા કરતી એજન્સીઓ તો સતર્ક જ છે. પરંતુ આજે મુન્દ્રામાં મોકડ્રીલ યોજી પોલિસે પણ પોતાની સતર્કતાને ચકાસી હતી. જેમાં તેઓ સફળ રહ્યા હતા.