કચ્છમાં રેન્જ આઇ.જી તરીકે સુભાષ ત્રીવેદ્રી હતા ત્યારે ભાગ્યેજ દારૂની મોટી ખેંપ કરવાની કોઇ હિંમત કરતુ હતુ પરંતુ હવે જ્યારે પુર્વ-પચ્છિમ કચ્છના પોલિસવડા અને રેન્જ આઇ.જી બદલાયા છે ત્યારે કચ્છમાં દારૂની ખેપના કિસ્સા વધ્યા છે. જો કે પોલિસે તેને નાકામ પણ બનાવ્યા છે. પરંતુ ગુન્હેગારી દુનીયાના જાણકારો બીજી દિશા તરફ જ ઇશારો કરે છે. અગાઉ જ્યારે આવી રીતે દારૂ ઝડપાતો ત્યારે ચર્ચા એવી રહેતી કે હાથીના દાત દેખાડવાના એક અને ચાવવાના બીજા તે રીતે ઝડપાય છે તે દારૂ સિવાય પણ મોટી માત્રામાં દારૂ ધુસી આવે છે. ત્યારે ફરી મોટી માત્રામાં કચ્છમાં દારૂ ધુસાડવાના કિસ્સા શુ સુચવે છે. શુ કચ્છમાં ફરી મીઠીનઝરથી દારૂનો વેપાર શરૂ થયો છે.? કેમકે પોલિસની કડક કાર્યવાહી વચ્ચે બુટલેગરો હિંમત નથી હારતા અને કચ્છમાં પણ અલગ-અલગ વિસ્તારોમાં માંગો ત્યારે દારૂ મળી જાય છે. તેવી ચર્ચા છે.
માટીની આડમાં આવતો દારૂ ઝડપાયો
જો પાછલા એક સપ્તાહની જ વાત કરવામાં આવે તો કચ્છમાં દારૂની આ બીજી મોટી ખેંપ પકડાઇ છે. આ પહેલા 18 તારીખે સામખીયાળી નજીકથી સ્થાનીક પોલિસે 24.57 લાખનો દારૂ ઝડપ્યો હતો. ત્યા ફરી આજે સ્થાનીક પોલિસને અંધારામાં રાખી લોકલ ક્રાઇમ બ્રાન્ચે સામખીયાળી નજીકથી માટીની આડમાં ધુસાડાતો લાખો રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપ્યો છે. ટ્રેલરમાં લવાતો આ દારૂની ગણતરી સહિત પોલિસે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમીક તપાસમાં રાજસ્થાન પ્રાર્સીગ ટ્રેલરમાં માટીની આડમાં આ દારૂ લવાતો હતો અને નવજીવન હોટલ નજીકના ગ્રાઉન્ડ પાસેથી આ ટ્રેલર પોલિસે ઝડપ્યુ છે. જો કે હજુ ગણતરી ચાલુ છે. અને ટ્રેલરના ડ્રાઇવરને પણ પોલિસે ઝડપી પાડ્યો છે. પરંતુ પ્રશ્ર્ન એ છે. કે અચાનક શા માટે કચ્છમાં દારૂ લાવવાના પ્રયત્નો આટલા તેજ બન્યા છે.? એક સપ્તાહમાં બે મોટી દારૂની ખેપ સાથે પોલિસે નાના-મોટા અનેક દારૂ વહેંચાણના કિસ્સા ઝડપ્યા છે. જે સુચવે છે કે કચ્છમાં દારૂ ધુસાડવાના પ્રયત્નો વધ્યા છે.
કચ્છમાં જ્યારે કડક અધિકારીની છાપ ધરાવતા આઇ.જી-એસ.પી ની નિમણુક હતી ત્યારે પણ દારૂની તંગી વર્તાઇ નથી. પરંતુ હવે અધિકારીઓ બદલતા કચ્છમાં જાણે બુટલેગરો નદી વહાવવા માંગતા હોય તેમ કચ્છમાં દારૂ ધુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જેને પોલિસ નાકામ તો કરી રહી છે. પરંતુ છંતા દારૂની તંગી કચ્છમાં વર્તાતી હોય તેવુ લાગતુ નથી દેશી દારૂ તો ઠીક છે. બંધ કરાવવુ રહ્યુ પરંતુ ઇગ્લીશ દારૂ અંગે પણ ગુપ્ત સ્થળોની શોધ કરી પોલિસ કાર્યવાહી કરે તે જરૂરી છે.