ગઇકાલ રાત્રીના બાઇટ ટકરાવા જેવી નજીવી બાબતે બે લોકો વચ્ચે થયેલી બબાલના પગલે સમગ્ર મુન્દ્રા શહેરમાં દિવસભર ઉચાટ હતો તેમાય એક જુથ્થના લોકો ધોકા જેવા હથિયારો સાથે રસ્તા પર ઉતર્તા ભયનો માહોલ સર્જાયો હતો. જો કે બાનવને પામી ગયેલા અનુભવી પોલિસ અધિકારીઓએ પહેલાથીજ સ્થિતી પર કાબુ મેળવી લીધો હતો અને બનાવ મોટુ કે ખોટુ સ્વરૂપ ધારણ ન કરે તેવા પ્રયત્નો કર્યા હતા અને તેમાં સફળ રહ્યા હતા પોલિસે ટોળા સામે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અને હાલ સંપુર્ણ સ્થિતી કાબુમાં છે.
બાઇક ટકરાવાના મનદુખમાં દિવસભર અંશાતિ
ગઇકાલે રાત્રે બાઇક ટકરાવા જેવી નજીવી બાબતે બે જુથ્થના લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના પગલે સવારે નદીવાળા નાકા નજીક એક જુથ્થનુ ટોળુ ધસી આવ્યુ હતુ. અને મામલો ગંભીર બને તેવી સ્થિતી સર્જાણી હતી. એક સમયે જે યુવાનો સાથે ઝધડો થયો હતો તે હાજર ન મળતા આસપાસ વેપાર કરતા વેપારીઓ પર ધાક જમાવવા માટેના પ્રયત્નો પણ થયા હતા. પરંતુ ત્યાર બાદ પોલિસે મોરચો સંભાળ્યો હતો અને ચુંસ્ત બંદોબસ્ત ગોઠવી ભયનો માહોલ દુર કર્યો હતો. પોલિસે આ મામલે બે શગીર અને પાંચ યુવાનો સહિત કુલ 40 જણના ટોળા સામે ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સુખપરવાસ-અને કચ્છ-સૌરાષ્ટ્ર થી કામ અર્થે સ્થાયી થયેલા લોકો વચ્ચે ઝધડા સ્વરૂપ આ બનાવ બન્યો હતો. પરંતુ ધટનાના બીજા ખોટા ધેરા પ્રત્યાધાતો પડ્યા ન હતા. તો પોલિસે પણ લોકોને અપિલ કરી હતી. કે ખોટી માહિતી કે અફવાઓ પર ધ્યાન ન આપે
મુન્દ્રામાં ભય વચ્ચે ગાંજા-હથીયાર સાથે એક ઝડપાયો
એક તરફ જ્યા મુન્દ્રામાં ઉભી થયેલી સ્થિતી બાબતે પોલિસ સજાગ હતી ત્યા બીજી તરફ મુન્દ્રા મરીન પોલિસે હીસ્ટ્રીશીટર અબ્દુલ કાદિરશા સૈયદના ગત્વય સ્થળ પર સચોટ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. જો કે અબ્દુલસા કાદિરશા સૈયદ તથા અન્ય તેનો સાગરીત ભાગી જવામાં સફળ રહ્યા હતા. પંરતુ મુન્દ્રા મરીન પોલિસે ડીઝલના શંકાસ્પદ જથ્થા તથા ગાંજાના જથ્થા અને એક હથિયાર સાથે નદિમ ઓસમાણ ઉર્ફે મુન્નાને ઝડપી પાડ્યો હતો. બાઇક ચોરીના બનાવ સંદર્ભની તપાસ બાબતે સાડાઉ ખાતે પોલિસ તપાસ કરવા ગઇ હતી. જો કે કાદિરશા તથા મહેબુબ ભાગવામાં સફળ રહ્યા હતા. પંરતુ કાર તથા ઓરડીમાંથી પોલિસેને ગાંજો,છરી,ધોકો અને શંકાસ્પદ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જે બાબતે ફરીયાદ નોંધી પોલિસે વધુ તપાસ હાથ ધરી
ગઇકાલ રાત્રીથીજ પોલિસની વધી ગયેલી ચહલ-પહલ વચ્ચે મુન્દ્રામાં અલગજ પ્રકારનો માહોલ હતા તેમાય સવારે ભારે ઉત્સાહ તથા હથિયાર સાથે આવેલા ટોળાએ એક સમયે ભયનો માહોલ સર્જયો હતો. જો કે અનુભવી પોલિસ અધિકારીઓએ સતત ધટનાઓ પર નઝર રાખી શાંતી સ્થાપી હતી મુન્દ્રાનુ વાતવરણ બગાડવાનો પ્રયત્ન કરનાર ટોળા સામે વિવિધ કલ્મો તળે ફરીયાદ નોંધવા સાથે પોલિસે સમગ્ર શહેરમાં શાંતી હોવાનો સંદેશો લોકો આપી ચુંસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.