Home Crime રાપરના ભરચક વિસ્તારમા એડવોકેટની હત્યાથી ચકચાર; પોલિસનો CCTV પર મદાર;જુવો વિડીયો

રાપરના ભરચક વિસ્તારમા એડવોકેટની હત્યાથી ચકચાર; પોલિસનો CCTV પર મદાર;જુવો વિડીયો

4161
SHARE
રાપરના દેનાબેંક ચોક જેવા ભરચક વિસ્તાર નજીક ઓફીસ ધરાવતા વકિલ દેવજી મહેશ્ર્વરી પર આજે સાંજે ધોળા દિવસે હિંસક હુમલો કરાયો હતો હિચકારી હુમલો એટલો ગંભીર હતો કે સારવાર મળે તે પહેલાજ દેવજી મહેશ્ર્વરી મોત ને ભેટ્યા હતા પોલિસ મથક નજીક જ બનાવ બન્યો હોવાથી પોલિસ પણ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં મોડુ થઇ ગયુ હતુ અને હિંસક હુમલો કરનાર ફરાર થઇ ગયા હતા જો કે ભરચક વિસ્તારમાં બનાવ બન્યો હોવા છંતા આરોપીના સડગ મેળવવા માટે પોલિસને CCTV કેમેરા પર મદાર રાખી તપાસ શરૂ કરવી પડી છે દેવજીભાઇ મહેશ્ર્વરી રાપર વિસ્તારમાં સમાજ-અને શહેરમા નામ ધરાવે છે અને ઇન્ડિયન લોયર એસોસિએશન ના અધ્યક્ષ પણ હોય હત્યાના સમાચારથી મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા જો કે હત્યાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ પોલિસના ઉચ્ચ અધિકારીઓ પણ ધટના સ્થળે જવા સાથે તપાસમાં જોડાયા છે અને ધટનાના કોઇ ધેરા પ્રત્યાઘાત ન પડે તે માટે પણ પોલિસે કવાયત હાથ ધરી છે