Home Crime મુન્દ્રા HPCL ની લાઇનમાંથી ડીઝલ ચોરીનુ કારસ્તાન કરનાર ગેંગ ઝડપાઇ 6 શખ્સોને...

મુન્દ્રા HPCL ની લાઇનમાંથી ડીઝલ ચોરીનુ કારસ્તાન કરનાર ગેંગ ઝડપાઇ 6 શખ્સોને પોલિસે દબોચ્યા

1771
SHARE
મુન્દ્રાથી દિલ્હી જઇ રહેલી એચ.પી.સી.એલની લાઇનમાં ભંગાણ કરી ડીઝલ ચોરીના સામે આવેલા કારસ્તાની ગેંગને અંતે પોલિસે ઝડપી પાડી છે. આરોપીઓએ કંપનીના કર્મચારીની મદદથી ડીઝલ ચોરીનુ સુનીયોજીત કાવત્રુ ધડ્યુ હતુ. પરંતુ અંતે જેલમાં રહી કારસ્તાન ધડનાર તથા અન્ય સાગરીતો મળી કુલ 6 શખ્સોની પોલિસે વિધીવત ડીઝલ ચોરી માટેના સાધનો સાથે ઝડપી પાડ્યા છે. આરોપીએ સુનીયોજીત યોજના ડીઝલ ચોરીની બનાવી હતી પરંતુ પોલિસે તેમના મનસુબા પર પાણી ફેરવી નાંખ્યુ છે.
જેલમાં ધડાયો પ્લાન કંપનીના કર્મીની પણ સામેલગીરી
મુન્દ્રા પોલિસે આ મામલે તપાસ કરતા સાહેલ હુસૈન ઓસમાણ ગની કકલ કાઠવાડા નાકાની અટકાયત કરી હતી. અને તેની ઉંડાણ પુર્વકની પુછપરછમાં રમજાન ઇબ્રાહીમ ગોયલ,ઇબ્રાહીમ ઉર્ફે અભુ સીધીક પઠાણ,રમેશ દયાશંકર સિંગ,રાજેવન્દ્રસિંગ ઉર્ફે રાજુભા નટુભા રાઠેડ,લક્ષ્મણ દેવરાજ ગઢવી સહિત કુલ્લ 9 વ્યક્તિની સામેલગીરી અંગે કબુલાત કરી હતી. જેથી પોલિસે ઉપરોક્ત મામલે 6 શખ્સોની ધરપકડ કરી તેમના 4 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. અને અન્ય કોનીકોની મદદથી આ ડીઝીલ ચોરીનુ કારસ્તાન પાર પાડવાના હતા તેની ઉંડી તપાસ શરૂ કરી છે.
કચ્છમાં પેટ્રોલીયમ પ્રદાર્થની ચોરી એ કોઇ નવી વાત નથી. પરંતુ હવે પુર્વ કચ્છની સાથે પચ્છિમ કચ્છમાં પણ આવુ કારસ્તાન કરવા માટે ટોળકીઓ સક્રિય થઇ રહી હોય તે ચિંતાનો વિષય છે. તાજેતરમાંજ જ્યારે સરકારના આદેશો પછી કચ્છમાં ગેરકાયદેસર પેટ્રોલીય પ્રદાર્થો પર પોલિસ તવાઇ બોલાવી રહી છે. પરંતુ તે વચ્ચે ગેરકાયેદસર ડીઝલ ચોરીનુ કારસ્તાન રચનાર ટોળકીને પોલિસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મોટી જાનહાનીના ભય ખાળવા સાથે આવા તત્વો સામે લાલ આંખ કરી છે