Home Crime બ્રાહ્મણ વિરોધ્ધી પોસ્ટ મુકતા રાપરના દેવજીભાઇની હત્યા થઇ હોવાનો ખુલાસો! સીટ તપાસ...

બ્રાહ્મણ વિરોધ્ધી પોસ્ટ મુકતા રાપરના દેવજીભાઇની હત્યા થઇ હોવાનો ખુલાસો! સીટ તપાસ ચાલુ રાખશે.

6764
SHARE
રાપરના ધારાશાસ્ત્રી અને સામાજીક આગેવાન એવા દેવજી મહેશ્ર્વરીની હત્યાના 22 દિવસ બાદ અંતે તેમની હત્યાનુ ચોક્કસ કારણ સામે આવ્યુ છે. પોલિસે હત્યાકેસની તપાસ માટે સીટની ટીમમી રચના કરી હતી. આજે પોલિસ દ્રારા સત્તાવાર રીતે એક પ્રેસયાદી બહાર પડાઇ હતી. જેમાં દેવજીભાઇની હત્યા જમીન કેસને લઇને નહી પરંતુ બ્રાહ્મણ વિરોધ્ધી પોસ્ટ સોસીયલ મિડીયામાં મુકતા ઉશ્કેરાઇને ભરત રાવલે કરી હોવાનુ તારણ આપ્યુ છે. જો કે સીટની ટીમે તપાસ યથાવત હોવાનુ કહી ફરીયાદમાં જે અન્ય નામો અપાયા છે. તેમની શુ ભુમીકા છે. તે અંગે તપાસ ચાલુ હોવાનુ જણાવ્યુ છે. પરંતુ અત્યાર સુધી થયેલી તપાસમાં દેવજીભાઇ મહેશ્ર્વરી બ્રાહ્મણ સમાજ વિરૂધ્ધ પોસ્ટ મુકતા હોવાથી ભરત સાથે તેને બોલાચાલી થઇ હતી અને તે વાતનુ મનદુખ રાખી ભરત રાવલે તેની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. પોલિસે અત્યાર સુધી આ મામલે 4 વ્યક્તિઓની વિધીવત ધરપકડ કરી છે. જેઓ રીમાન્ડ પુર્ણ થતા હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં છે. ભારે ચર્ચા જગાવનાર કિસ્સામાં 25 સ્પ્ટેમ્બરના દેવજીભાઇની હત્યા થઇ હતી અને તેની હત્યાના વિરોધમાં ન્યાયીક તપાસ માટે રસ્તારોકો આંદોલન સહિત અનેક વિરોધ્ધ અત્યાર સુધી ચાલુ હતા પરિવારે રાજકીય અને પ્રતિષ્ઠીત આગેવાનોની સંડોવણીની શંકા સાથે કુલ 9 વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાવી હતી અને જમીન મામલે તેમની હત્યાની શંકા પણ વ્યક્ત કરી હતી. પંરતુ ભારે વિરોધ્ધ વચ્ચે નિમાયેલી સીટની ટીમે અંતે હત્યાનુ સચોટ કારણ શોધી લીધુ છે. જો કે હજુ મદદગારી કે અન્ય રીતે ફરીયાદમાં સામેલ લોકોની સંડોવણી છે. કે નહી તેની તપાસ ચાલુ હોવાનુ સીટની ટીમે સત્તાવાર યાદીમાં જણાવ્યુ છે.