એક તરફ અબડાસા સહિત ગુજરાતની 8 પેટા વિધાનસભા ચુંટણીઓને લઇને પ્રચાર તેજ બન્યો છે. ત્યા કોગ્રેસે સોસીયલ મિડીયા પર કોગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ગદ્દારોના વિવિધ પોસ્ટરો વાયરલ કર્યા છે. જેમાં તેઓ કેટલામાં વહેચાયા અને પ્રજા સાથે શુ ગદ્દારી કરી તેનુ વર્ણન કરાયુ છે. ગઇકાલે પ્રદેશ કોગ્રેસના આગેવાનોએ ખુલ્લા આક્ષેપ સાથે કોગ્રેસમાંથી ભાજપમાં ગયેલા 5 ધારાસભ્યો કરોડો રૂપીયામાં વહેંચાયા હોવાના આક્ષેપ કર્યા હતા. તો બીજી તરફ કોગ્રેસે પક્ષપલ્ટુ નેતાઓને ખુલ્લા પાડવા માટે ગદ્દાર જયચંદ કેમ્પેન ચલાવવાની જાહેરાત કરી હતી ત્યારે ગઇકાલે વિવિધ મુદ્દાઓ સાથે પોસ્ટરો કોગ્રેસે સોસીયલ મિડીયામાં અપલોડ કર્યા છે. જેમાં અબડાસાના પુર્વ કોગ્રેસી ધારાસભ્ય 20 કરોડમાં વહેચાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
ગદ્દાર જયચંદો જવાબ આપો
કોગ્રેસે ગઇકાલે ગદ્દાર જયચંદ કેમ્પેન શરૂ કરવા સાથે રોજગારી,મોંધવારી,કાળધન સહિત વિવિધ મુદ્દાઓને લઇને પોસ્ટર સાથે ગદ્દારોને પ્રશ્ર્ન પુછ્યા છે ત્યા બીજી તરફ ખુરશી આગળ કુતરા ઉભા રાખી વિવિધ પોસ્ટરો બનાવ્યા છે. જેમાં કોગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યો કેટલામાં વહેંચાયા તેનુ રેટ કાર્ડ પણ બનાવ્યુ છે. જેમાં બ્રીજેશ મેરજા-20 કરોડ,જીતુ ચૌધરી-25 કરોડ,અક્ષય પટેલ-25 કરોડ,જે.વી.કાકડીયા-22 કરોડ અને અબડાસા બેઠકના પદ્યુમનસિંહ જાડેજા-20 કરોડ રૂપીયામાં વહેંચાયા હોવાના પોસ્ટરો સાથે આમ જનતાને વિવિધ સવાલો ઉભા કરાયા છે. તો મોંધવારી ,બેરોજગારી,મંદી જેવા વિવિધ મુદ્દાઓને લઇને પોસ્ટરો સેર કર્યા છે. ગઇકાલે કોગ્રેસના આ કેમ્પેન અંગે ભાજપના નેતાઓએ કરેલા આક્ષેપો નકાર્યા હતા. અને હાર ભાળી ગયેલી કોગ્રેસ ખોટા આક્ષેપ કરતા હોવાનુ જણાવ્યુ હતુ.
ગુજરાતની 8 પેટાચુંટણીમાં કોગ્રેસ અને ભાજપના જીતના દાવા સાથે વિવિધ મુદ્દે એકમેક પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે ચુંટણી મેદાનમાં ઉતરવા સાથે પોસ્ટર વોર કોગ્રેસે શરૂ કર્યો છે. જેમાં કોગ્રેસે ગદ્દાર જયચંદો જવાબ આપે તેવા કેમ્પનના પોસ્ટરો સોસીયલ મિડીયામાં હાલ ખુબ ફેલાઇ રહ્યા છે. જો કે તેની ચુંટણી પર કેવી અસર રહે છે. તે જોવુ રહ્યુ….