Home Social ભુજ ના જાહેર રસ્તા વૃક્ષારોપણ કરી કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ : લોકસમસ્યા ને...

ભુજ ના જાહેર રસ્તા વૃક્ષારોપણ કરી કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ : લોકસમસ્યા ને વાચા આપવા કોંગ્રેસ ની ગાંધીગીરી

730
SHARE
ભુજના હાર્દ સમાહોસ્પિટલ રોડ પર ભલે હજારો લોકોની અવરજવર રહેતી હોય પરંતુ વિકાસના મામલે હમેંશા તંત્ર તેની ઉપેક્ષા જ કરતુ આવ્યુ છે. જો કે ભુજના હોસ્પિટલ રોડ પર લાંબા સમયથી બિસ્માર રસ્તા મામલે ફરીયાદો છંતા કોઇ કાર્યવાહી ન થતા આજે વિપક્ષ કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો હતો અને હોસ્પિટલ રોડ પરના જાહેર રસ્તાના ખાડાઓમાં વૃક્ષોનુ વાવેતર કરી તંત્રને જાગી જવાની  ચેતવણી આપી હતી. વિપક્ષનો આક્ષેપ છે. કે ભુજ નગરપાલિકાએ સમગ્ર ભુજમાં પેચવર્કનુ કામ કર્યુ છે.તો, હોસ્પિટલ રોડની ઉપેક્ષા શા માટે ? અહી અનેક હોસ્પિટલો,દુકાનો, બેન્કો,ઓફિસો અને રહેણાંક કોલોનીઓ આવેલી છે.દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે. તો માત્ર કેમ હોસ્પિટલ રોડનીજ ઉપેક્ષા થાય છે ? ભુજ નગરપાલિકાએ ભુજ શહેરના વિવિધ રસ્તાઓના પેચ વર્ક માટે 70 લાખ રૂપીયા મંજુર કર્યા છે. જૈ પેકી કેટલાક રસ્તાઓમાં કામ પણ થયા પરંતુ શા  હોસ્પિટલ રોડના પેચવર્કનુ કામ કર્યુ નથી ? લોકસમસ્યા ને વાચા આપવા રાજેન્દ્રસિંહ જાડેજા,રવિન્દ્ર ત્રવાડી સહિતના કોગ્રેસી આગેવાનોએ વૃક્ષારોપણ કરી ભુજ નગરપાલિકા ની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભાજપના આ નેતાઓ અહીં દુકાન મકાન ધરાવે છે ,છતાંયે સમસ્યા ઠેરની ઠેર 
ભુજ પાલિકાના પૂર્વ નગરપતિ અને ભાડાના ચેરમેન કીરીટ સોમપુરા, નગરપાલિકાના કાઉન્સીલર ધિરેન ઠક્કર,અજય ગઢવી, કારોબારી ચેરમેન શૈલૈન્દ્રસિંહ જાડેજા, ભાજપ ના જિલ્લા ઉપપ્રમુખ બાપાલાલ જાડેજા, સહિત અનેક પ્રતિષ્ઠિત સામાજીક અગ્રણીઓ આ વિસ્તારમાં દુકાન મકાન ધરાવે છે. છંતા ગટર અને રસ્તાની કાયમી સમસ્યા ન ઉકેલાય તે દર્શાવે છે. કે પ્રજાકીય પ્રતિનીધીઓ “પાણી”વગરના છે. લોકસમસ્યાને વાચા આપવા કોંગ્રેસની ગાંધીગીરી ભાજપના શાસકોની આંખ ખોલે છે કે નહીં તે જોવું રહ્યું.