Home Crime જિંદાલ જમીન કૌભાંડ અને જેલ મોબાઈલ પ્રકરણ માં પ્રદીપ શર્મા સામે કેસ...

જિંદાલ જમીન કૌભાંડ અને જેલ મોબાઈલ પ્રકરણ માં પ્રદીપ શર્મા સામે કેસ ચાલશે..

670
SHARE
ભાવનગર જેલમાં રહેલા કચ્છના પુર્વ કલેકટર ભુજ કોર્ટમાં હાજર રહ્યા હતા તેમણે ભુજ કોર્ટમાં તેમના વિરૂધ્ધ થયેલા બે કેસોમાં તેમને આરોપ મુક્ત કરી ડિસ્ચાર્જ કરવાની અરજી કરી હતી. પરંતુ દલિલો પુર્ણ થતા આજે કેસ ચુકાદા માટે ચાલ્યો હતો જેમાં ભુજની જ્યુડીશ્યલ કોર્ટે પ્રદિપ શર્માની અરજી નામંજુર કરી હતી કચ્છમાં કલેકટરની સર્વીસ દરમ્યાન મુન્દ્રાની જીંદાલ કંપનીને સસ્તી કિંમતે જમીન આપવા અને તેમના વિરૂધ્ધ ચાલી રહેલા કેસો દરમીયાન પાલારા જેલમાં તેમની પાસેથી મોબાઇલ મળી આવવાના કેસમાં આજે પ્રદિપ શર્માની અરજી ભુજ કોર્ટ નામંજુર કરી હતી.  આજે કોર્ટે ચુકાદો આપતા તેમની અરજી નામંજુર કરી સરકાર તરફી ચુકાદો આપ્યો હતો તેમના વિરૂધ્ધ થયેલા વધુ એક કેસમાં હાલ પ્રદિપ શર્મા ભાવનગર જેલમાં છે. અને જેલમાંથી પોલિસ જાપ્તા હેઠળ તેમને ભુજ લવાયા હતા. જો કે ટુંકી મુલાકાતમાં તેમણે  બોલવાનુ ટાળ્યુ હતુ. પરંતુ સરકારી વકિલ કલ્પેશ ગોસ્વામીએ પ્રદિપ શર્માની અરજી નામંજુર કરી હોવાનુ કહી આજની કાર્યવાહી વિષે વાત કરતા સરકાર તરફી ચુકાદાની માહિતી આપી હતી. આ અરજી ના મંજુર થતા તેમને આ કેસમાં વધુ કાયદાકીય કાર્યવાહીની સામનો કરવો પડશે જો કે ભાવનગર પોલિસના જાપ્તા હેઠળ આવેલા પ્રદિપ શર્માએ કોર્ટથી બહાર નિકળતા સમયે કવરેજ કરવા આવેલા પત્રકારોને રસ્તો ખુલ્લો કરવાનુ કહી હળવી મજાક કરી હતી