કચ્છ આવેલા ભાજપ પ્રમુખ C.R.પાટીલે જાહેર મંચ પર મંત્રી વાસણભાઇને બે વાર ખખડાવ્યા! જુવો વિડીયો

    8016
    SHARE
    ગુજરાત પ્રદેશ ભાજપનુ જ્યારથી સુકાન બદલાયુ ત્યારથી જ C.R.પાટીલ પોતાના સ્ફોટક નિવેદનોને લઇને ચર્ચામાં છે. તે પછી કોગ્રેસ માટે કોઇ ટીપ્પણી હોય કે પછી ભાજપના કાર્યક્રરો માટે જ મર્યાદાની લક્ષ્મણ રેખાની વાત હોય પાટીલ જાહેર મંચ પરથી અનેક વાર ન બોલવાનુ બોલી ગયા છે. ત્યારે વધુ બે વાત પર તેઓએ જાહેરમંચ પર જ કચ્છમાંથી રાજ્ય સરકારનુ પ્રતિનીધીત્વ કરતા વાસણભાઇ આહીરને ખખડાવી નાંખ્યા વાસણભાઇ પોતાના સંબોધન દરમ્યાન કેટલાક કાર્યક્રરો ભાજપમાં જોડાતા હોવાની જાહેરાત સાથે નામો બોલવા મંડ્યા અને તે સમયેજ ન માત્ર C.R.પાટીલે પરંતુ ભાજપના અન્ય આગેવાનોએ પણ તેમને રોક્યા અને પછી એ કાર્યક્રમ જ ન થયો પરંતુ સંબોધન બાદ વાસણભાઇને બોલાવી C.R.પાટીલ ધણુ કહી નાંખ્યુ તો પોતાના ભાષણ દરમ્યાન પણ C.R.પાટીલે મંત્રી વાસણભાઇને આડેહાથ લીધા
    વાસણભાઇ કાર્યક્રર પર વિશ્ર્વાસ મુકો!
    પ્રેજ પ્રમુખથી લઇ વિવિધ યોજનાઓ સરકાર સુધી પહોચાડવાની વાત અને સરપંચોની સત્તાથી લઇ અનેક મુદ્દાઓ પર C.R.પાટીલ સંબોધન દરમ્યાન બોલ્યા અને કોગ્રેસને પણ આડેહાથ લીધા પરંતુ જે રીતે કોગ્રેસ કે અન્ય લોકોને ભાજપમાં ન જોડવાની તેમની જાહેરાત પછી પણ વાસણભાઇ એ કોઇ પુર્વ સહમતી વગર નામો લેવા મડ્યા ત્યારે C.R.પાટીલે જાહેરમંચ પર જ તેમને ઠપકો આપ્યો તો પોતાના ભાષણ દરમ્યાન C.R.પાટીલે સંગઠની શક્તિ પર વાત કરવા સમયે પેજકમીટીની તાકાત પર ભાષણ આપ્યુ અને ત્યારે વાસણભાઇને સંબોધતા કહ્યુ વાસણભાઇ ભાજપના કાર્યક્રરો પર વિશ્ર્વાસ રાખો બીજે કોઇની જરૂર નહી પડે અને ક્યારેય તમે મેળવી નથી શક્યા એવી લીડ મળશે C.R.પાટીલનુ આ જાહેર સંબોધન ધણુ કહી જાય છે. શુ ભાજપના સીનીયર નેતા જ બીજાના ભરોશે ચુંટણી લડે છે?. કે શુ વાસણભાઇને જ કાર્યક્રરો પર વિશ્ર્વાસ નથી? એ અન્ય લોકો કોણ? આ અનેક સવાલો C.R.પાટીલના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે
    C.R.પાટીલ જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી ચોક્કસ વિષયોને લઇને તેઓ ગંભીર છે. અને સંગઠન પર ભાર મુકી રહ્યા છે. પરંતુ C.R.પાટીલના સ્વભાવને ન પામી શકેલા મંત્રી વાસણ આહીરને બે વાર જાહેરમંચ પર અપમાનનો ધુંટડો પીવો પડ્યો જેને લઇને જાહેરમાં તેને ભાજપના આગેવાનોએ જ ટકોર કરવી પડી તો બીજી તરફ C.R.પાટીલ પોતાના સંબોધનમાં વાસણભાઇ વિષે બે શબ્દો કહી ધણુ બધુ કહી ગયા જો કે વાસણભાઇ હસતા હસતા બંધુ સાંભળતા રહ્યા સાંભળો વિડીયો