આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણી જાહેર થઇ ગઇ છે. અને ઉમેદવાર પંસદગીથી લઇ વિવિધ પ્રક્રિયા રાજકીય પાર્ટીઓએ શરૂ કરી છે. જો કે તે વચ્ચે કાર્યક્રરોનો ઉત્સાહ વધારવા માટે સરપંચ સંમેલનના માધ્યમથી કચ્છ આવેલા ભાજપના સી.આર.પાટીલે જાહેરમંચ પરથી કોગ્રેસને આડેહાથ લીધા હતા. એક તરફ જ્યા રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના જાહેર નિવેદન પછી પણ તેમના મત ક્ષેત્રના કોગ્રેસના કાર્યક્રરોને ભાજપના જોડવાનો ધરાર ઇન્કાર કર્યો ત્યા બીજી તરફ ભાજપ સંગઠનની તાકાત વર્ણવતા સી.આર.પાટીલે કહ્યુ હતુ કે ભાજપનાજ કાર્યક્રરો મજબુત છે. અને સરકારે કરેલા કામોથી ટીકીટ મળે છે. આ કોગ્રેસ થોડી છે કે પૈસા આપો એટલે ટીકીટ આપે કોગ્રેસનો કે કોઇ નવો માલ હવે ભાજપમાં લેવો નથી
અભી બોલા અભી ફોક
જાહેરમંચ પર પોતાના ભાષણ દરમ્યાન કોગ્રેસને આડેહાથ લઇ C.R.પાટીલે અનેકવાર કોગ્રેસ પર પ્રહાર કર્યા અને કોગ્રેસના સમયમાં સરપંચની સ્થિતી શુ હતી તે અંગે પણ કાર્યક્રરોને ઉદ્દબોધન કર્યુ ત્યારે બાદ સરકારની વિકાસગાથા વર્ણવી પાર્ટીમાં ટીકીટ આપવાની ભાજપની રીત જુદી છે. તેના પર બોલતા C.R.પાટીલે સ્પષ્ટ કહ્યુ કે કોગ્રેસની જેમ પૈસા આપીને ટીકીટ મળતી નથી. જેનો સોસીયલ મિડીયામાં ભરપુર પ્રચાર પણ થયો પરંતુ ભાષણ આપ્યાના થોડા સમય બાદ જ જ્યારે આ અંગે C.R.પાટીલને મિડીયાએ પ્રશ્ર્ન કર્યો ત્યારે પાટીલે કોગ્રેસનો નામ લેવાનુ ટાળી જગજાહેર વાત હોવાનુ કહી ભાજપમાં કેવા ઉમેદવારને ટીકીટ મળશે તેની વાત કરી વાત ફેરવી નાંખી
અબડાસા બેઠકના પરિણામથી લઇ સંગઠનને મજબુત કરવાની અનકેવાતો C.R.પાટીલે કચ્છમાં આયોજીત કાર્યક્રમમાં કરી જેમાં કોગ્રેસને તો આડેહાથ લીધા પરંતુ ભાજપના આગેવાનોને પણ ન છોડ્યા જો કે આનુ નામ જ રાજકારણ છે. અને તેથીજ કાર્યક્રમમાં અનેક નિયમોના ભંગ,અનેક એવી વાતો C.R.પાટીલે કરી છંતા કોગ્રેસે કોઇ જાહેર પ્રતિક્રીયા ન આપી કે ન કોઇ આગેવાને હરફ સુધા ઉચાર્યો….સાંભળો C.R.પાટીલે શુ કહ્યુ