રાવલવાડી પોસ્ટના કૌભાડમાં CBI તપાસ કરશે! કચ્છ આવેલા પોસ્ટ માસ્ટર જનરલનો ખુલાસો : જુઓ વિડીયો

    1615
    SHARE
    જેની લાંબા સમયથી ચર્ચા થાય છે. તેવા ભુજ રાવલવાડી સ્થિત મહિલા પોસ્ટ ઓફીસના કથીત કૌભાડ મામલે આજે કચ્છ આવેલા સૌરાષ્ટ્ર કચ્છ રીઝનના પોસ્ટ માસ્ટર જનરલ રાકેશકુમારે સત્તાવાર ખુલાસો કર્યો છે. પોસ્ટ વિભાગે કરેલી પ્રાથમીક તપાસ પછી કૌભાડ 8 કરોડ રૂપીયાથી વધુનુ છે. અને પુરાવા એકત્ર કર્યા બાદ એજન્ટ અને પોસ્ટ ઓફીસમાં સંડોવાયેલ કર્મચારી સામે પોલિસ ફરીયાદ નોંધાવાશે તેવુ આજે કચ્છ આવેલા રાકેશકુમારે જણાવ્યુ હતુ. જો કે રાકેશકુમારે આ અંગે CBI તપાસ માટે ભલામણ કરાઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. કૌભાડનો આંક વધવાની શક્યતા છે અને સ્થાનીક વડી કચેરીનાજ અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. આજે કચ્છમાં 4 પોસ્ટલ કવરના લોન્ચીંગ માટે પધારેલા રાકેશકુમારે આ મામલાને ખુબ ગંભીર ગણાવ્યો હતો અને પ્રાથમીક તપાસ પછી જેની સામે આક્ષેપ છે તેવા મહિલા એજન્ટ પ્રજ્ઞા સચિન ઠક્કર તથા અન્ય તેની સાથે સંડોવાયેલ કર્મચારીની પ્રાથમીક સંડોવણી અંગે તેઓએ કબુલાત કરી હતી.
    તો પોલિસ નહી CBI તપાસ કરશે
    રાકેશકુમારે મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે એકલા એજન્ટના હાથે આ થાય તે શક્ય નથી તેથી અંદરના કોઇ કર્મચારીની સંડોવણી સંભવ છે. પરંતુ તપાસની હિતમાં કઇ રીતે કૌભાડ આચરાયુ તે કહેવુ હિતાવહ નથી પોલિસ ફરીયાદ એક સપ્તાહની અંદર થાય તેવા પ્રયાસો છે. અને જે માટે પુરતા પુરાવા એકત્ર થઇ રહ્યા છે. પરંતુ પોસ્ટ વિભાગ ઇચ્છે છે કે જે રીતે સીસ્ટમનો દુરઉપયોગ થયો છે. તે ગંભીર બાબત છે. અને તેથી CBI તપાસ થાય તે માટે તેઓએ ભલામણ કરી છે. અને તેથીજ પોલિસ ફરીયાદમાં વિલંબ પર કરાઇ રહ્યો છે. ટુંક સમયમાં સંપુર્ણ વિગતો સામે આવશે અને જેની સંડોવણી હશે તેની સામે કાર્યવાહી થશે પરંતુ પ્રથમ પ્રયાસ પોસ્ટ વિભાગનો નાણા પરત મેળવવાનો છે જે માટે કાર્યવાહી ચાલુ છે.
    કચ્છની પોસ્ટ ઓફીસમાં અત્યાર સુધીની સૌથી મોટી નાણાકીય ગેરરીતીમાં પ્રાથમીક તપાસ પછી 8 કરોડની રકમનો આંક સામે આવ્યો છે. પરંતુ કદાચ તેનાથી વધુના કૌભાડની શક્યતા નકારી ન શકાય જો કે પાછાલા દિવસોમા ચર્ચા પછી પોસ્ટ વિભાગના અધિકારીએ CBI તપાસ માટે કરેલી ભલામણ ધણુ બધુ કહી જાય છે. જો કે મહિલા એજન્ટ,કર્મચારી સાથે પડદા પાછળના અન્ય ભેજાબાજની સંડોવણી પણ નક્કારી ન શકાય તેવામાં પોસ્ટ માસ્ટર જનરલના નિવેદન પછી હવે ટુંક સમયમાં આ મામલે મોટા ખુલાસા થાય તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે. સાંભળો શુ કહ્યુ રાકેશકુમારે