સ્થાનીક સ્વરાજની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓએ ચુંટણીમા ઝંપલાવવા માટે કમર કસી છે. ભાજપે કચ્છ જીલ્લામા સેન્સની પ્રક્રિયા પુર્ણ કરી છે. અને તેની યાદી પ્રદેશમાં મોકલી દેવાઇ છે. ત્યારે આજથી કચ્છ જીલ્લા કોગ્રેસે દ્રારા પણ ઉચ્છીત ઉમેદવારના મનની વાત જાણવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં ભાજપની જેમ કોગ્રેસમાં પણ જાણે ચુંટણી લડવાના બધેને અભરખા જાગ્યા હોય તેમ પ્રથમ દિવસે ભુજ,નખત્રાણા, લખપત જેવા તાલુકાની પ્રક્રિયામાંજ 600 દાવેદારો સામે આવ્યા હતા. ગાંધીધામ,અંજાર,મુન્દ્રા સહિતના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે દાવેદારોની સંખ્યા હજુ પણ વધશે આમતો કચ્છમાં સ્થાનીક સ્વરાજની ચુંટણીઓમા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. અને સતત હારનો સામનો કરી રહેલી કોગ્રેસમાં અત્યાર સુધી નિરશતા જોવી મળી રહી હતી પરંતુ આજે કોગ્રેસમાં પણ ચુંટણી લડવાના ઇરાદા સાથે મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા હતા
ભુજમાં 200 3 તાલુકામાં 600 દાવેદાર
ચુંટણી પહેલાજ રાજકીય દાવપેચ શરૂ થઇ ગયા છે. તાજેતરમાંજ ભાજપના એક કાર્યક્રમમાં ચુંટણી પહેલા મોટી સંખ્યામાં આગેવાનો ભાજપમાં જાય તેવી પુર્ણ ગોઠવણ હતી તે સફળ ન રહી પરંતુ બંધબારણે બધુ ગોઠવાઇ ગયુ છે. તેવામાં કોગ્રેસથી અનેક આગેવાન કાર્યક્રરો વિમુખ થઇ રહ્યા હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. પરંતુ તે વચ્ચે આજે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા. ભુજ પાલિકાની સેન્સ પ્રક્રિયામાં ભુજ શહેર પ્રમુખ રવિન્દ્ર ત્રવાડી તથા ભુજના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા,ધનશ્યામસિંહ ભાટી જોડાયા હતા નૌષાદ સોંલકી, રહિમ સોરા અને ડી.ડી.રાજપુતની આગેવાનીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને ભષ્ટ્રાચારથી મુક્ત ભુજ પાલિકા કોગ્રેસ સાશનનો દાવો કર્યો હતો.ભુજમાં 11 વોર્ડ માટે ભાજપની જેમ 200 દાવેદારો સામે આવ્યા હતા. તો નખત્રાણા,લખપત અને ભુજ તાલુકા માટે યોજાયેલી સેન્સમાં કુલ 600 દાવેદારોએ દાવો નોંધાવ્યો હોવાનુ જીલ્લા કોગ્રેસે યાદીમાં જણાવ્યુ હતુ.
ચુંટણી મેદાનમાં ઉતરવા માટે બન્ને પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે. જેમાં કોગ્રેસે મહાનગરો સહિત અનેક જગ્યાની પ્રથમ ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. તો બીજી તરફ અન્ય જીલ્લામાં ઉમેદવારના મનની વાત જાણવા સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે જેમાં કોગ્રેસ તરફથી લડવા અનેક તૈયાર થયા છે. જો કે હવે જોવુ રહ્યુ ઉમેદવારની પસંદગી પછી કોગ્રેસમાં શુ કમઠાણ સર્જાય છે. કેમકે નામ જાહેર સાથે જ કોગ્રેસમાં દર વખતે ભડકો થવો સામાન્ય વાત છે. પરંતુ સતત હારતી કોગ્રેસમાં લડવા માટે હજુ પણ અનેક લોકો છે જેણે કોગ્રેસનો જુસ્સો વધાર્યો છે