Home Crime અંજાર વેલ્સપન નજીક ATM ના સીક્યુરીટી ગાર્ડની હત્યા! લુંટનો ઇરાદો કે કારણ...

અંજાર વેલ્સપન નજીક ATM ના સીક્યુરીટી ગાર્ડની હત્યા! લુંટનો ઇરાદો કે કારણ બીજુ હત્યાનુ ?

1670
SHARE
અંજારના વેલ્સપન કંપની સામે જ આવેલા SBI બેંકના એ.ટી.એમ માં સીક્યુરીટી ગાર્ડ તરીક ફરજ બજાવતા 21 વર્ષીય યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. નવીન મણીલાલ સોંલકી નામના યુવાનની આજે સવારે હત્યા કરાયેલી લાશ એ.ટી.એમ અંદરથી મળી આવી હતી. મૃ્ત્કના નજીકના લોકોએ આ અંગે પોલિસને જાણ કરતા અંજાર પોલિસ તથા અન્ય પોલિસના ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળે તપાસ માટે દોડી ગયા હતા.SBI બેંકનુ જ્યા એ.ટી.એમ આવેલુ છે. ત્યા અન્ય બેંકનુ પણ એ.ટી.એમ આવેલુ છે. અને મૃત્ક નવીન બન્ને બેંકના એ.ટી.એમ માં સીક્યુરીટી ગાર્ડ તરીક નોકરી કરતો હોવાનુ સામે આવ્યુ છે. જો કે હત્યા લુંટના ઇરાદે થઇ કે કોઇ અંગત કારણોસર તે સામે આવ્યુ નથી. પરંતુ પોલિસે મૃત્દેહને પી.એમ માટે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે. જો કે પ્રાથમીક અનુમાન લુંટના ઇરાદે હત્યા થઇ હોવાનુ પણ સામે આવ્યુ છે. પરંતુ હજુ પોલિસે આ અંગે કઇ કહેવાનો ઇન્કાર કર્યો છે. અને એ.ટી.એમના સી.સી.ટી.વી સહિત ની તપાસ સાથે હત્યારાઓ સુધી પહોચવાના પ્રયત્નો શરૂ કર્યા છે.