પશ્ચિમ કચ્છ હોય કે પુર્વ કચ્છ મુસ્લિમ આસ્થાના કેન્દ્રો પર અસામાજીક તત્વોના હિન કૃત્યથી એક તરફ મુસ્લિમ સમાજમાં રોષ છે તો બીજી તરફ પોલિસ માટે પડકાર, તે વચ્ચે ફરી ગાંધીધામના શિણાય ગામે ગેબનશા પીરની દરગાહ પર અસામાજીક તત્વોએ દરગાહની ચાદરમા આગ ચંપી કરી સમાજની લાગણી દુભાવવા સાથે પડકાર ફેંક્યો છે. અત્યાર સુધી પાંચ મુસ્લિમ ધર્મ સ્થાનો આ રીતે નિશાન બન્યા છે ત્યારે એક પણ કિસ્સામા પોલિસ આરોપી સુધી પહોચી શકી નથી જો કે શિણાયમા બનેલી ઘટના પછી પોલિસે અસામાજીક તત્વોને નહી છોડવાની ચિમકી સાથે મુસ્લિમ સમાજને પોલિસ તેમની સાથે જ હોવાનો સંદેશ, સળગી ગયેલી ચાદરના સ્થાને ગેબનશા પીરને નવી ચાદર ઓઢાળી આપ્યો હતો આજે શિણાયમા બનેલા આગચંપીના બનાવ પછી તપાસની સાથે પોલિસે મુસ્લિમ સમાજને ભરોસા સાથે તેમની આસ્થાના દર્શન પણ કરાવ્યા હતા.આદિપુર પોલિસના PSI હડિયા સહિત તેમના સ્ટાફે દરગાહ પર ચાદર ચડાવીને માત્ર પુર્વ કચ્છ નહીં પણ કચ્છના સમગ્ર પોલિસતંત્ર પર વિશ્વાસ જાળવવાનો સંદેશો આપ્યો છે.
ઝડપી કાર્યવાહી જરૂરી
એક તરફ પોલિસ વિવિધ દિશામાં ઝડપી તપાસ કરી રહી છે, આ તપાસ વચ્ચે અસામાજિક તત્વો પોલિસને પડકાર ફેંકી રહ્યા છે જેનુ ઉદાહરણ શિણાયની આ ઘટના છે, જો પોલિસ ઝડપી કાર્યવાહી નહી કરે તો મુસ્લિમો શાંતી પુર્ણ રીતે ન્યાય મેળવવા વિરોધ્ધનો તખ્તો પણ તૈયાર કરી રહ્યા છે જે માટે અબડાસામા મીટીંગ પણ યોજાઇ હતી જો કે આદિપુર પોલિસનો આસ્થાસભર આ માનવિય અભિગમ સમાજના રોષને શાંત કરવામા ચોક્કસ મહત્વનો ભાગ ભજવશે