સામાન્ય રીતે પોલિસ સ્ટેશનમા દિવસની શરુઆત સાથે ગુન્હેગારોની અવરજવર પોલિસ તપાસની દોડાદોડી અને ફરીયાદ સમાધાનની પ્રક્રિયા થતી રહે છે પરંતુ દૈનિક નિત્યક્રમ વચ્ચે શનિવારે ભુજ બી-ડીવીઝન પોલિસ મથકે મંત્રોચાર ગુંજતા રહ્યા હતા, હસ્તા ચહેરે પોલિસની અવરજવર વચ્ચે ખુશીની ક્ષણો જોવા મળી હતી. કાર્યક્રમ નાનો હતો પરંતુ પશ્ચિમ કચ્છ પોલિસના અધિકારી અને બી ડીવીઝન પોલિસના કર્મચારી દૈનીક ભાગદોડ વચ્ચે હળવા મૂડમાં દેખાયા હતા, ભુજ બી-ડીવીઝન પોલિસ મથકે કચેરી માટે બનેલા નવા રૂમો સાથે ઇન્સ્પેકટરની નવી કચેરીને પશ્ચિમ કચ્છ પોલિસવડા નખત્રાણા એ.એસ.પી સહિતના અધિકારીઓએ ખુલી મૂકી હતી, યજ્ઞના આયોજન સાથે બી-ડીવીઝન પરિવારના એક સભ્ય નારાયણપુરી ગુંસાઇને વિદાયમાન પણ અપાયુ હતું આમ બપોરના 3 વાગ્યાથી ભોજન સમય સુધી ગુન્હેગારો અને પોલીસ કાર્યવાહી વચ્ચે ઘેરાયેલા રહેતા અધિકારીઓ અને કર્મચારીઓ હળવી પળોમાં દેખાયા હતા આ શુભ કર્યો વચ્ચે આ દિવસે ગુન્હાની સંખ્યા પણ પોલિસ ચોપડે ઓછી હતી જે તેમના માટે રાહતરૂપ રહી હતી.
ક્યારેક ગુન્હેગાર સાથે કડક બનેલા તો ક્યાક ગુન્હેગારના ગીરેબાન પર હાથ સાથે તમે પોલિસને અનેક વાર જોયા હશે પરંતુ આપણા ઘરના રક્ષકો પણ ક્યારેક આવી ખુશી જંખતા હોય છે જે તેમને ભાગ્યેજ મળે છે પ્રજાના રક્ષણની ચિંતા વચ્ચે ભુજ બી ડીવીઝનમા એ પાંચ કલાક પોલિસ કર્મીઓ માટે ખુશીની સાથે જવાબદારીની રહી હતી એવુ નથી કે પોલીસ મથકે યોજાયેલો આ કાર્યક્રમ અનોખો હતો, પરંતુ હમેશા આરોપીઓથી ઘેરાયેલા જોવા મળતા કડક મીજાજી પોલિસ અધિકારી અને જવાનો આપણા પૈકીનાજ એક છે. બસ જરૂર છે આપણા દ્રષ્ટિકોણને બદલવાની….