ચુંટણીમા હારજીત બાદ મનદુખ એ સામાન્ય બાબત છે. જો કે ખેલદીલી સાથે રાજકીય પાર્ટીઓ હાર-જીત ને સહજ ગણતા હોય છે. પરંતુ કેટલાક અપવાદરૂપ કિસ્સામાં ચુંટણીમાં થયેલી હારજીતનુ મનદુખ વ્યક્તિગત ઝધડાઓ સુધી પણ પહોચે છે. અને ભુતકાળમાં આવા અનેક કિસ્સાઓ બન્યા છે. જો કે ગઇકાલેજ કચ્છમાં યોજાયેલી સ્થાનીક સ્વરાજની ચુંટણીનુ પરિણામ આવ્યુ અને શાંતિપુર્ણ રીતે તમામ પ્રક્રિયા અને વિજય સરધસો પુર્ણ થયા જો કે તે વચ્ચે એ વિડીયો સોસીયલ મિડીયામા વાયરલ થયો છે. જેમાં અભિવાદન ઝીલવાના બદલે વિજેતા ઉમેદવારને ભાગવુ પડે છે વિડીયો ભુજના ભીડનાકા વિસ્તારનો છે. અને જે યુવક ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલવાના બદલે ભાગે છે તે કોગ્રેસના વોર્ડ નંબર-02ના વિજેતા ઉંમેદવાર અબ્દુલહમીદ સમા છે. ગઇકાલે ચુંટણી પરિણામો જાહેર થયા બાદ ખુલ્લી જીપમાં તે સમર્થકો સાથે અભિવાદન જીલવા માટે નિકળ્યા હતા અને ખુલ્લી જીપમાં તે ભીડનાકા નજીક પહોચ્યા હતા જ્યા તેમના સમર્થકો અને વિસ્તારના સપોર્ટરો તેમનુ ફુલહારથી અભિવાદન કરવા ઉભા હતા. પરંતુ તેટલીજ વારમાં કેટલાક લોકો ત્યા દોડતા આવે છે. અને તેને જોઇને અબ્લુદહમિદને ભાગવુ પડે છે. જેનો વિડીયો આજે સોસીયલ મિડીયામા વાયરલ થયો છે. જો કે ભાગી રહેલા વિજેતા ઉમેદવારની પાછળ પણ લોકો જાય છે. જો કે સામાજીક મામલે સમાધાન થયુ હોવાથી સંભવત આ મામલે કોઇ પોલિસ ફરીયાદ સુધી પહોચ્યો નથી અને સાંજે યુવક મોટી સંખ્યામા પોતાના સમર્થકો સાથે એજ વિસ્તારમાં વિજય સરધસ કાઢે છે. ચુંટણી હારજીતનુ મનદુખ આ ધટના પાછળ કારણભુત હોવાનુ મનાય છે. પરંતુ એક સમયે વિજેતા ઉમેદવારની જીતની ખુશી અને લોકોનુ અભિવાદન છોડી ભાગવુ પડે છે જે વિડીયોમા સ્પષ્ટ દેખાય છે