કચ્છના બહુચર્ચિત એવા ભુજ રાવલવાડી પોસ્ટ ઓફીસ કૌભાંડમા નવો વંણાક આવ્યો છે પોસ્ટ ઉચાપતના મુખ્ય આરોપી એવો સચિન ઠક્કર રીમાન્ડ દરમ્યાન પોલિસની ગીફરતમાંથી ફરાર થઇ ગયો છે 5 દિવસના રીમાન્ડ બાદ તેના વધુ 3 દિવસના રીમાન્ડ મંજુર થયા હતા તે દરમ્યાન હાલ મળી રહેલી પ્રાથમીક વિગત મુજબ તે પોલિસને ચકમો આપી પોલિસ સ્ટેશનથી ફરાર થઇ ગયો છે પોલિસના ઉચ્ચ અધિકારીઓ સહિત એ ડીવીઝન પોલિસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે પોલિસે હાલ વધુ તપાસ હાથ ધરી છે પોલિસે વધુ વિગત આપવાનુ ટાળ્યુ છે CCTV ના આધારે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે