હાથમાં થેલો સફેદ જભ્ભો અને પીળુ ધોતીયુ પહેરી હિન્દીમા લોકો સાથે સંવાદ કરતા અને ક્યારેક મોજમાં હોય તો ગાળો બોલતા ભરતભાઇ વ્યાસ પેરોલફર્લો સ્કોડના હાથે ઝડપાઇ ગયા છે. કલેકટર ઓફીસ થી જ્યુબેલી ગ્રાઉન્ડ અને મીરઝાપરથી દેશલપર વચ્ચે અનેક લોકો ભરતભાઇને જોતા હશે પરંતુ કોઇને કલ્પના નહી હોય કે તે જેલ ફરાર કેદી છે. મોટાબંધ પાસે તેઓ અનેકવાર પસાર થતા અને કાઇકને કાઇક બોલતા ત્યાથી જતા રહેતા ક્યારેક ચા પિતા અને અલકમલકની વાતો પણ કરતા તેના ગયા પછી તેને નિત્ય જોતા લોકો કહેતા તેનુ ચસ્કી ગયુ છે. કોઇ કહેતુ નશામા છે. પરંતુ તે પ્રોહીબીશનના ગુન્હામા પાલાર જેલમા હતા અને વચ્ચગાળાની રાહત મેળવી જેલમાંથી આવ્યા બાદ પરત ફર્યા ન હતા જો કે આજે પેરોલ ફર્લો સ્કોડે ભરત વ્યાસને ઝડપી તેને ભુજ એ ડીવીઝન પોલિસના હવાલે કર્યો છે. ભરત હરકિષ્ના વ્યાસ ઉ.64 મુળ ગાંધીનગર જીલ્લાના છે. અને દેશલપર વાંઢાય રહે છે. પ્રોહીબીશનના કેસમા તે પાલારા જેલમા હતા પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ તેમને પેરોલ પર છોડાયા હતા પરંતુ મુદ્દત પુર્ણ થયા બાદ તે પરત ફર્યા ન હતા આજે પેરોલ ફર્લો સ્કોડની તપાસમાં તેણે કબુલાત કરતા તેની ભુજ એ ડીવીઝન પોલિસને આગળની કાર્યવાહી માટે સુપ્રત કરાયા છે. ભરત વ્યાસ અનેકવાર ટાઉનહોલ જ્યુબેલી ગ્રાઉન્ડ આસપાસ દેખાતા પરંતુ કોઇને કલ્પના નહી હોય તે જેલના કેદી છે અને પેરોલ પુર્ણ થયા બાદ પરત ફર્યા નથી. જો કે ભરત વ્યાસ સામે દારૂ પિવાનો સામાન્ય કેસ હતો જેમાં જામીન ન મળતા અને ત્યાર બાદ કોરોના ગાઇડલાઇન મુજબ વચગાળાની રાહતથી તે બહાર આવ્યા હતા. પેરોલ ફર્લો સ્કોડે 10 થી વધુ આવા લોકો સામે કાર્યવાહી કરી છે.