Home Social મીની સંસદ કચ્છ જીલ્લા પંચાયતનુ સુકાન શુ ફરી માધાપરની મહિલાને? જાણો 16માં...

મીની સંસદ કચ્છ જીલ્લા પંચાયતનુ સુકાન શુ ફરી માધાપરની મહિલાને? જાણો 16માં કોણ છે. દાવેદાર

1912
SHARE
મહાનગરપલાકિઓમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની રચનાઓ શરૂ થઇ છે. 14 તારીખ આસપાસ પાલિકા-પંચાયતના નવા હોદ્દેદારો માટે મંથન થશે ત્યારે મીની સંસદ એવી કચ્છ જીલ્લા પંચાયતનુ સુકાન કોને મળશે તેના પર સૌની મીટ મંડાઇ છે. કચ્છ જીલ્લા પંચાયતની કુલ 40 બેઠકમાંથી 32માં ભાજપે જીત મેળવી છે. જેમાં 16 મહિલાઓનો સમાવેશ થાય છે. રોટેસન મુજબ અગાઉના અઢી વર્ષ સામાન્ય મહિલા અનામત પ્રમુખ પદ્દ હોવાથી ભાજપે ગણતરી સાથે ચોકક્સ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા છે. જો કે હવે રાજકીય ખેંચતાણ પ્રમખ બનવા માટે શરૂ થઇ છે. જો કે ભાજપના મંથન દરમ્યાન બે મહત્વના નામો સામે આવ્યા છે. અને તેમાંથી એક નામ લગભગ નિચ્છિત હોવાનુ મનાય છે. અને જો એમ થાય તો ફરી એક વાર પંચાયતનુ સુકાન માધાપરને મળે તેવી પુરી શક્યતા છે. ગત ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે માધાપરના કૌશલ્યાબેન માધાપરીયા પ્રમુખ તરીકે આરૂઢ હતા ત્યારે જ્ઞાતી સમિકરણ અને સંજોગો જોતા ફરી માધાપર ને પંચાયતી સુકાન મળે તેવુ લાગી રહ્યુ છે
પટેલ મહિલાને અગ્રતા નક્કી છે
કચ્છી જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આમતો નખત્રાણા સીટ પરથી વિજેતા બનેલા નયનાબેન પટેલ સૌથી મોખરે છે. તેઓ તાલુકા પંચાયત નખત્રાણાના પ્રમુખ રહી ચુક્યા છે. અને એકલા હાથે વહીવટ પણ કરી ચુક્યા છે. તેમના પતિ પણ અગાઉ તાલુકા જીલ્લા પંચાયતમા હોદ્દેદાર રહી ચુક્યા છે. સ્થાનીક સ્વરાજની ચુંટણી અને તે પહેલા યોજાયેલી પેટા ચુંટણીમાં પાર્ટી માટે નયના પટેલે કાર્યના નોંધને લઇને જ તેમને પાર્ટીએ ટીકીટ આપી હતી. જો કે જીલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ અને સાંસદ વિનોદ ચાવડાના મતક્ષેત્રમાંથી વધુ એક નેતાને મોટો હોદ્દો કદાચ પાર્ટી હાઇકમાન્ડ ન આપે તેથી ઉપપ્રમુખ અથવા અન્ય કોઇ મહત્વનુ સ્થાન નિશ્ર્ચિત છે. જો કે પ્રમુખ પદ્દના પ્રબળ દાવેદાર પુર્વ શિક્ષક એવા માધાપર બેઠક પરથી વિજેતા બનેલા પારૂલબેન રમેશ કારા છે. રાજકીય કુનેહ તેમાં છે. પરંતુ નયના પટેલની જેમ તેઓ એકલા હાથે સાશન સંભાળી શકે તેમ નથી પરંતુ 16 પૈકી સૌથી વધુ મજબુત તેઓ છે. તો રાજકીય સમિકરણ જોતા લેવા પટેલ જ્ઞાતીને કોઇ મહત્વનુ સ્થાન ભાજપે હોદ્દામા આપ્યુ નથી. તેથી આગામી વિધાનસભાને ધ્યાને રાખી લેવા પટેલ મહિલાને અપાય તે નક્કી છે.
તો પચ્છિમ કચ્છ વિધાનસભા ક્ષેત્રમાંથી જીલ્લા પંચાયતની બોડીમાં અન્ય હોદ્દાઓ માટે નારાણપર સીટના કુંવરબેન પ્રકાશભાઇ મહેશ્ર્વરી,સુખપર સીટ પરથી ચુંટાયેલા મનિષા અરવિંદ વેલાની અને સમાધોધાના મહિલા વિજેતા ઉમેદવાર રેસમાં છે. તો નિતાબેન નરેન્દ્ર ગઢવી તથા આહિર સમાજ વતી કોઇ મહિલાને પ્રતિનીધીત્વ મહત્વના સ્થળે મળે તેવી પ્રબળ શક્યતા છે. તો આગામી વિધાનસભાને ધ્યાને રાખી રાપર વિસ્તારમાંથી પણ કોઇને સ્થાન મળે તો નવાઇ નહી 14 તારીખે સંભવત પાર્લામેન્ટ્રી મળ્યા પછી નામો જાહેર થશે જેમાં જીલ્લા પંચાયતના સુકાન માટે માધાપરના પારૂલબેન લગભગ નિશ્ર્ચિત છે.