
સોસીયલ મિડીયાનો ઉપયોગ આજે સામાન્ય અને અતિસયોક્તી પુર્વકનો થઇ ગયો છે. અને તેથીજ ફેક આઇ.ડી બનાવી-હેક કરી પૈસાની માંગણી યુવક હોવા છંતા યુવતીની આઇ.ડી બનાવી ગોરખધંધા આવા અનેક ચોંકવનારા કિસ્સાઓ સામે સંમયાતરે સામે આવી રહ્યા છે. જેને લઇને સાઇબર સેલ અને પોલિસ દ્રારા સંમયાતરે લોકોને જરૂરી સુચનો પણ કરવામા આવી રહ્યા છે. તાજેતરમાંજ ગુજરાત મોટા રાજકીય નેતાઓના આઇ.ડી પરથી પૈસાની માંગણીના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. જો કે પધ્ધર પોલિસ મથકે એક ગંભીર ગુન્હાના ભેજાબાજને પોલિસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાઇબર સેલની મદદથી ઝડપી પાડ્યો છે. આમતો પધ્ધર પોલિસની હદ્દમાં આવતા ગામોમાં આ કિસ્સો ચર્ચામાં હતો જો કે રાજકીય-સામાજીક આગેવાનોએ હિંમત સાથે ભોગ બનનાર યુવતીને હિંમત આપતા આ સદંર્ભે પધ્ધર પોલિસ અને ત્યાર બાદ સાઇબર ક્રાઇમ સેલમા આ અંગે અરજી કરતા તપાસ શરૂ કરાઇ હતી આજે તપાસના અંતે પધ્ધર પોલિસે યુવતીના ફોટાનો દુર ઉપયોગ કરી તેના નામનુ અશ્ર્લિલ ફેક આઇ.ડી બનાવનાર યુવકની અટકાયત કરી છે. કોવીડની જરૂરી કાર્યવાહી કરી અન્ય કોઇના ફેક આઇ.ડી તેને આ રીતે બનાવ્યા છે. કે નહી તેની તપાસ પણ કરાશે યુવતીના નામ અને ફોટાનો દુર ઉપયોગ કરી યુવતીને બદનામ કરનાર શખ્સ માંડવી તાલુકાના મોટી મંઉ ગામનો રવિ હરીલાલ મહેશ્ર્વરી છે. તાજેતરમાંજ કચ્છ સહિત ગુજરાતમા અસંખ્ય એવા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમા ઓનલાઇન અને સોસીયલ મિડીયા મારફતે ઠગાઇ અથવા જાહેર બદનામીના પ્રયાસો થયા હોય તેવામાં પધ્ધર પોલિસની હદ્દમા આવતા બે ગામોમાં બનેલા આવા ગંભીર બનાવમાં તો પોલિસ આરોપી સુધી પહોચી ગઇ છે. પરંતુ આ કિસ્સો દરેક માટે લાલબત્તી સમાન છે ત્યારે સોસીયલ મિડીયાનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિએ ચકાસવાની જરૂર છે. કે ક્યાક તમારા નામ અને ફોટાનો દુરઉપયોગ તો નથી થતો ને રવિ મહેશ્ર્વરીના પણ ફોન સહિત તેને આવી અન્ય કોઇ ફેક આઇ.ડી નથી બનાવીને તેની ઉંડાણ પુર્વકની તપાસ કરાશે
ભોગ બનનારની આડકતરી ઓળખ ન થાય તે માટે ગામના નામનો ઉલ્લેખ કરાયો નથી