Home Crime મુન્દ્રાની ભરચક બજારમાં બંધ મકાનોમાં લાગતી આગ જોખમ ન સર્જે? આજે સવારે...

મુન્દ્રાની ભરચક બજારમાં બંધ મકાનોમાં લાગતી આગ જોખમ ન સર્જે? આજે સવારે આગથી દોડધામ

930
SHARE
મુન્દ્રા શહેરના માંડવી ચોક વિસ્તારમાં આવેલ એક અવાવરું ખંડેર જેવા મકાનમાં આજે સવારે આગ લાગતા નાશભાગ મચી ગઇ હતી. જો કે વહેલી આગ લાગી હોવાથી લોકોની અવરજવર ઓછી હોતો અફરાતરફી સર્જાઇ ન હતી. વેપારીઓ એ જણાવ્યું હતું કે ઘણા વર્ષો પહેલા અહીં કન્યા શાળા હતી અને બાદમાં અહીં પી ડબ્લ્યુડી કચેરી પરંતુ વર્ષોથી માં આ જગ્યા ઉપયોગ માં નથી અને ખંડેર હાલતમાં છે. આજે સવારે અહીં આગ લાગી હોવાનુ ધ્યાને આવતા મુન્દ્રા નગર પાલિકા ના હિતેશ ભટ્ટ એ અદાણી ફાયર ફાઇટર ને જાણ કરી હતી અદાણી ફાયર ફાઇટરે 2કલાક ની જહેમત બાદ આગ કાબુ પર કાબુ મેળવતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો મેઈન બજારમાં આગ બાદ સમયસુચકતાથી મોટી જાનહાની ટળી હતી. વેપારીઓએ માંગ કરી હતી. કે આવી ખંડર ઇમારતમાં છાસવારે લાગતી આગની ધટના ક્યારેક મોટુ સ્વરૂપ ધારણ કરશે ત્યારે ગીચ વિસ્તારમાં બંધ આવી ઇમારતો તરફ પ્રસાશન ધ્યાન આપે આજે જ્યા આગ લાગી તેની થોડી દુર મોટી માત્રમાં કચરાનો ઢગ હતો અને આગ પ્રસરી હોત તો વિકરાળ સ્વરૂપ ધારણ કરત ગીચ વિસ્તારમાં આવેલી બજારમાં આગની ધટના બાદ મોટી દુર્ધટના સર્જાઇ શકે છે. તેવો સુર વેપારીઓએ વ્યક્ત કર્યો હતો. હજુ થોડ સમય પહેલાજ બજાર વિસ્તારમાં આગની ધટનાથી લોકોમાં ભય ફેલાયો હતો.