માંડવી તાલુકાના પુનડી ગામની સિમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ ખનીજ ચોરીના કિસ્સામા અંતે પોલિસે ફરીયાદી બની 12 શખ્સો સામે ફરીયાદ નોંધી છે. 2020માં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી આ સમગ્ર કૌભાડ ઝડપી પાડ્યુ હતુ અને જાણવાજોગ ફરીયાદ નોંધી વધુ તપાસ માટે ખાણખનીજ વિભાગને જાણ કરી હતી. જો કે લાંબા સમયથી આ કિસ્સામાં ભીનુ સંકેલાઇ જશે તેવી ચર્ચાઓ વહેતી થઇ હતી. પરંતુ અંતે 4 મહિના બાદ આ ચકચાકી કિસ્સામાં ફરીયાદ નોંધાઇ છે. જેમાં માનીકો મિનરલ્સના ડાયરેક્ટર સહિત 12 મોટા માથાઓ સામે આઇ.પી.સી.કલમ 379,420,415,418,471,120બી, તથા માઇન્સ એન્ડ મીનરલસ રેગ્યુલેશન એક્ટ 1957ની કલમ 4(1) એ 21 તથા ટ્રાન્સપોર્ટેશન સ્ટોરેજ 2017ના ભંગ સહિતની ભારે કલમો તળે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સર્વે નબંર 420-23ની માઇન્સ પર આ સમગ્ર કૌભાડ ઝડપાયુ હતુ.
જાણો કોની સામે થઇ ફરીયાદ
સમગ્ર પ્રકરણમાં મોનીકો મીનરલસ ઇન્ટરનેશનલના ડાયરેક્ટર ચેતનભાઇ નવનિતભાઇ શાહ રહે.મુંબઇ,(2) પ્રકાશભાઇ કાન્તીલાલ ગોર માનીકો મીનરલસ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લી ના વાઇચ પ્રેસીડન્ટ,(3) સુધીરકુમાર નંદનભાઇ પાઠક માનીકો મીનરલસ ઇન્ટરનેશનલ પ્રા.લી માઇન્સના સુપરવાઇઝર,(4) હેમુલભાઇ રમેશભાઇ શાહ મુળ ઝારખંડ-બોમ્બે, મીનરલસ લી બરાયા કંપનીના ઓક્યુપાયર વ્યક્તિ,(5) ધર્મરાજ રમણિકલાલ વરૂ બોમ્બે મીનરલસ લિ.તથા આશાપુરા માઇનકેમ કંપનીના બરાયા યુનીટ હેડ,(6) પદ્યુમનસિંહ શિવુભા જાડેજા આઇ આશાપુરા લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટના માલિક,(7) હિતેન્દ્રસિંહ કનુભા જાડેજા આઇ આશાપુરા લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટમાં પુનડી સાઇડ ઉપર લોડીંગ અનલોડીગ કરાવનાર(8) હરદેવસિંહ નરપતસિંહ જાડેજા સાઇડ ઉપરથી બિલ્ટી કાઢી ડ્રાઇવરોને આપનાર(9)અર્જુન નાંદો સાહુ ટ્રીપ ટ્રેઇલર નંબર જી.જે.12 બી ડબલ્યુ-9377 નો ચાલક(10) શંકર ગોવિંદ યાદલ ટ્રીપ ટ્રેઇલર નંબર જી.જે.12.બી.વી-9377 નો ચાલક (11) સિંકદર મોતીદાસ ટ્રીપ ટ્રેલર નંબર જી.જે.12 બી-ડબલ્યુ-4777 (12) સલિમ સત્તારભાઇ કુંભાર ગેરકાયદેસર ખનીજ ભરી આપનાર યુન્ડાઇ કંપનીના હિટાચી મશીનના ચાલક
ફરીયાદમાં સામેલ તમામ વ્યક્તિઓએ ખોટી રીતે અન્ય સ્થળ પર ખાણખનીજ વિભાગની જાણ વગર બોક્સાઇટનો જથ્થો ખનન કરી સરકારને નુકશાન પહોચાડવા ઇરાદે ઠગાઇ કરી હોવાનુ તપાસમા સામે આવ્યુ છે. જેથી તમામ વ્યક્તિઓની જવાબદારી ફીક્સ કરી તેની સામે પોલિસે ફરીયાદ નોધી છે. જેમાં હાર્દિકસિંહ ગોહિલ ફરીયાદી બન્યા છે. કચ્છના ધણા લાંબા સમયથી ખનીજચોરીના આવા કારસ્તાનો ચાલે છે. પરંતુ મોટા માથાઓ સામે પોલિસ ફરીયાદ નોધાઇ હોય તેવા જુજ કિસ્સા પૈકીનો આ કિસ્સો છે. પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાએ આ કેશને ગંભીરતાથી લઇ તેની તપાસ ચાલુ રાખી હતી. જો કે મોટાભાગના નિષ્ણાંતો આ કિસ્સામાં આગળ મજબુત કાર્યવાહી નહી થાય તેવુ માની રહ્યા હતા. પંરતુ અંતે ફરીયાદ નોંધાતા અનેક મોટા માથાઓના પગ નીચે રેલો આવ્યો છે તો ડાયરેક્ટર સહિતના વ્યક્તિઓ સામે પોલિસ ફરીયાદ નોંધાઇ હોય તેવા કિસ્સા ભાગ્યેજ બનતા હોય છે. તેમાય ચેતન શાહ કે જે આશાપુરા ગ્રુપના મુખ્ય કર્તાધર્તામાના એક ગણાય છે. તેની સામે ફરીયાદ નોંધાતા સમગ્ર કચ્છમા આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બનશે