Home Crime મુન્દ્રાના મારૂતીનગરનો ચકચારી બનાવ! બહેનની હત્યા કર્યા બાદ ભાઇ છરી લઇ લાશ...

મુન્દ્રાના મારૂતીનગરનો ચકચારી બનાવ! બહેનની હત્યા કર્યા બાદ ભાઇ છરી લઇ લાશ પાસે ચક્કર મારતો રહ્યો

30848
SHARE
પચ્છિમ કચ્છમા એક પછી એક એવા ચોંકવનારા બનાવો સામે આવે છે. જે સમગ્ર સભ્ય સમાજને વિચારતો કરી મુકે છે. આવોજ એક બનાવ મુન્દ્રામા પ્રકાશમા આવ્યો છે. જ્યા એક ભાઇએ જ તેની બહેનની હત્યા કરી નાખી હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. મુન્દ્રાના મારૂતી નગર વિસ્તારનો આ બનાવ છે. જ્યા ભાઇએ બહેનની હત્યા કર્યા બાદ ચોકમાં પડેલી તેની લાશ નજીક છરી લઇને ફરતો જોવા મળી રહ્યો છે જ્યારે સ્થાનીક લોકો તેને પડકારે છે. ત્યારે તે તેની સામે પણ રોફ સાથે પોતાની બહેન હોવાનુ કહી તેની હત્યા કરી હોવાનુ ખુલ્લેઆમ કઇ રહ્યો છે. જો કે ત્યાર બાદ આ મામલે પોલિસને જાણ થતા પોલિસે ધટના સ્થળે પહોચી યુવકની અટકાયત કરી છે. આડાસંબધ ની શંકાએ ભાઇએ બહેનની હત્યા કરી હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. પરંતુ સ્થાનીક લોકોએ યુવકને પડકારવા સાથે તેનો લાઇવ વિડીયો પણ બનાવ્યો હતો જેમા જાહેર ચોકમાં એક યુવતીની લાશ પડી છે. અને તેની આસપાસ તેનો ભાઇ છરી વડી સમગ્ર ધટનાનુ વર્ણન કરી રહ્યો છે. બનાવની જાણ થતા મુન્દ્રા પોલિસે મામલાની ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરી છે. અને હત્યાના ચોક્કસ કારણ જાણવા હત્યારાની વધુ પુછપરછ શરૂ કરી છે. જો કે આ રીતે સંબધમાં હત્યા કર્યા બાદ જાહેરમાં આ રીતે સીનસોટથી એક સમયે સોસોયટીમા રહેતા લોકોમાં પણ ડર વ્યાપ્યો હતો.જો કે સંબધમાં ખરેખર તેઓ ભાઇ બહેન છે કે નહી તેને લઇને પણ મુન્દ્રામા અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ છે. જેથી તેમના સંબધો જાણવાની દિશામા પણ પોલિસે તપાસ શરૂ કરી છે.જો કે વિડીયોમા યુવક તેની બહેન હોવાનુ જણાવી રહ્યો છે.