Home Crime દોઢ મહિને વેલ્સપન લુંટના ઇરાદે મર્ડરના આરોપી ઝડપાયા!ઉત્તરપ્રદેશ સુધી તપાસ બાદ 3...

દોઢ મહિને વેલ્સપન લુંટના ઇરાદે મર્ડરના આરોપી ઝડપાયા!ઉત્તરપ્રદેશ સુધી તપાસ બાદ 3 LCB ની ગીરફ્તમાં

980
SHARE
અંજાર નજીક આવેલી વેલ્સપન કંપનીના ગેટ સામે જ SBI બેંક તથા બાજુમાં આવેલા અન્ય બેંકના ATM સેન્ટરના સીક્યુરીટી ગાર્ડની હત્યાના દોઢ મહિના બાદ અંતે લોકલ ક્રાઇમ બ્રાન્ચે લુંટના ઇરાદે હત્યા કરનાર 3 વ્યક્તિઓની છેક ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. તારીખ 4-02-2021 ના રોજ સવારે પોલિસને ધટના અંગે જાણ થઇ હતી જેમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો લુંટ કરવાના ઇરાદે સીક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતા નવિન મણીલાલ સોંલકી ઉ.22 ચુંબુઆ-ભાભરના રહેવાસની કોઇએ હત્યા કરી નાંખી હતી. પોલિસે ડોગ સ્કોડ તથા અન્ય સર્વેલન્સની મદદથી ગુન્હાનો ભેદ ઉકેલવા પ્રયત્નો કર્યા પરંતુ કોઇ સફળતા પોલિસ તપાસ દરમ્યાન મળી ન હતી. જો કે ધટનાના દોઢ મહિના બાદ ઉત્તર પ્રદેશથી 3 વ્યક્તિઓ પોલિસની ગીરફ્તમાં આવ્યા છે. તો કાયદાના સંધર્ષમાં આવેલ એક કિશારોની પણ સંડોવણી આ ધટનામા સામે આવી છે. પોલિસે ફરાર અન્ય એક શખ્સની શોધખોળ સાથે વધુ તપાસ શરૂ કરી છે.
આરોપીઓ ઉત્તરપ્રદેશ ભાગી ગયેલા
લુંટના ઇરાદે આવ્યા બાદ સીક્યોરીટી ગાર્ડની હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા જેથી LCB સહિતની મહત્વની શાખાઓ પણ તપાસમા જોડાઇ હતી. પોલિસના સર્વેલન્સમા સામે આવ્યુ હતુ કે આ ધટનાને અંજામ આપ્યા બાદ ધટનામા સંડોવાયેલા વ્યક્તિ પૈકીના શખ્સો ઉત્તરપ્રદેશ નાશી ગયા છે ધટનાને અંજામ આપ્યા બાદ કપડા સહિતનો મુદ્દામાલ રસ્તામાં ફેકી દેવાયો હતો તપાસ માટે પોલિસની એક ટીમ ત્યા પહોંચી હતી અને સ્થાનીક પોલિસની મદદથી ઝડપી પાડ્યા હતા. જેમાં(1)રણવીરસિંગ વિનોદસિંગ રાજપુત ઉ.22 રહે,લહારપાર,જીલ્લા આજમગઢ(યુ.પી),(2) વિશાલ રાજકુમાર રાજભર રહે,લહારપાર,જીલ્લા આજમગઢ(યુ.પી) તથા (3) મહેશ ઓમકાર વાધ રહે મહારાષ્ટ્ર ની ધરપકડ કરવામાં આવી છે. કાયદાના સંધર્ષમાં એક બાળક પણ આવ્યો છે જેની સંડોવણી ખુલી છે. LCB એ ત્રણની ધરપકડ કરી છે જ્યારે શિવાનંદ ઉર્ફે સુરજ સુરેન્દ્ર રાજબરની સંડોવણી પણ લુંટના ઇરાદે હત્યાના મામલામા ખુલી છે. જેની શોધખોળ પોલિસે શરૂ કરી છે.
આજે પુર્વ કચ્છ જીલ્લા પોલિસવડાએ આ અંગે ગાંધીધામ ખાતે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે વિવિધ પાસાઓની તપાસી લુંટના ઇરાદે સીક્યોરીટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. અને હજુ કોઇની સંડોવણી છે. કે નહી આરોપીનો અન્ય કોઇ ગુન્હાહીત ઇતિહાસ છે. કે નહી તે દિશામા પોલિસે ઉંડાણપુર્વકની તપાસ શરૂ કરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ એસ.એસ.દેસાઇ તથા પી.એસ.આઇ બી.જે.જોષી સહિતનો LCB સ્ટાફ ગુન્હાનો ભેદ ઉકેલવામા જોડાયો હતો