દેશમાં કોરાનાની વધતી મહામારી વચ્ચે રસીકરણનો તબક્કો સમગ્ર ભારતમા ચાલુ છે પરંતુ હજી પણ વસ્તીની સંખ્યાએ રસીકરણનો આંક ધણો નીચો છે. અને તે વચ્ચે ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમા કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર તંત્રએ કોરોના મહામારી અટકાવવા સાથે રસીકરણ સાથે વધુમા વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો કર્યા છે. જેના ભાગરૂપે 45 વર્ષથી ઉપરના વ્યક્તિના રસીકરણ બાદના અભીપ્રાય સાથે કચ્છના વહીવટી તંત્રએ રસીકરણ પર ભાર મુક્યો છે. કચ્છમાં સરકારી આંકડા મુજબ 23 તારીખ સુધી 86,000 થી વધુ લોકોએ રસીકરણ કરાવ્યુ છે. પરંતુ જે ઓછુ ગણી શકાય ત્યારે હવે કચ્છી ભાષામા ઓડીયો ક્લીપ તૈયાર કરી તંત્રએ જાગૃતિનો નવતર પ્રયાસ કર્યો છે. જેમાં ઉદાહરણ રૂપ દાખલાઓ સાથે લોકોને પોતાનુ અને પરિવારનુ રસીકરણ કરવા જાહેર અપીલ કચ્છી ભાષામા કરાઇ છે
કોરોનાજી રસી બોરી ખાસી આય..
વિવિધ વિસ્તારો અને માધ્યમોની મદદથી એક તરફ કોરોના મહામારી વધતી અટકાવવા માટે જાગૃતિ અભીયાન ચલાવી રહ્યુ છે ત્યા બીજી તરફ વધુમા વધુ લોકો રસીકરણ માટે આગળ તે માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. અત્યાર સુધીમાં કચ્છમાં ૮૬,૮૪૦ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર કોવીડ-૧૯ રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.કચ્છ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક જણાવ્યા મુજબ 23 તારીખ સુધી જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષ વય જૂથના આશરે ૨૧,૫૧૫ કોમોરબીડ નાગરિકો તેમજ ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા ૬૫,૩૨૫ નાગરિકો મળીને કુલ ૮૬,૮૪૦ લોકોને રસી આપી કોરોના મહામારી સામે રક્ષિત કરાયા છે. જિલ્લામાં કરાયેલી રસીકરણની કામગીરી જોઇએ તો અબડાસા તાલુકામાં ૩૧૫૨, અંજાર તાલુકામાં ૯૪૮૪, ભુજ તાલુકામાં ૨૬૯૨૯, ભચાઉ તાલુકામાં ૭૦૭૦, ગાંધીધામ તાલુકામાં ૧૦૦૬૬, લખપત તાલુકામાં ૧૪૨૩, માંડવી તાલુકામાં ૧૦૧૭૦, મુંદ્રા તાલુકામાં ૪૪૯૭, નખત્રાણા તાલુકામાં ૭૯૭૬, રાપર તાલુકામાં ૬૦૬૪ મળી કુલ ૮૬,૮૪૦ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકવામાં આવી છે જો કે હવે સ્થાનીક ભાષામાં રસીકરણ માટે લોકો આગળ આવે તે માટે પણ પ્રયત્ન કરાયા છે. અને એક જાગૃતિ સંદેશ કચ્છી ભાષામા તૈયાર કરી તંત્રએ લોકો સુધી સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે
વિસ્તારની દ્રષ્ટ્રીએ સૌથી મોટા એવા કચ્છ જીલ્લામાં કેસોની સંખ્યા અન્ય જીલ્લાઓ કરતા ઓછી છે. છંતા પણ શહેરી વિસ્તારમા કેસોની સંખ્યા વધતા તંત્ર તેને વધતુ અટકાવવા પ્રયત્નસીલ છે. તો બીજી તરફ રસીકરણ માટે ગ્રામ્ય વિસ્તારમા લોકો આગળ આવે તે માટે હવે તંત્રએ કચ્છી ભાષાનો સહારો લીધો છે અને જાહેર માધ્યમોની મદદથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે રસીકરણ અંગે ભ્રામકવાતોથી દુર રહી રસીકરણ કરાવવા સૌ આગળ આવે તેવી અપિલ તંત્રએ કરી છે.