Home Crime ભુજ એલ.સી.બીની કાર્યવાહી ટીવી દારૂનો લાખોનો જથ્થો ઝડપ્યો

ભુજ એલ.સી.બીની કાર્યવાહી ટીવી દારૂનો લાખોનો જથ્થો ઝડપ્યો

422
SHARE

ભુજ એલી.સી.બીએ રવિવારે મોડી રાત્રે બે સફળ કાર્યવાહી કરી દારૂ અને ટીવીનો લાખો રૂપીયાનો જથ્થો ઝડપ્યો 

બે શખ્સો શંકાસ્પદ ચોરાઉ ટીવીના જથ્થા સાથે ઝડપાયા 
રવિવારે રાત્રે પેટ્રોલીંગ દરમીયાન એક શંકાસ્પદ કાર જી.જે.15 ડીડી 4772 રોકી તપાસ કરતા તેમાંથી મજીદ ઇશાક ચાકી મળી આવ્યો હતો અને તેના કબ્જામાંથી 4  એલ.ઇ.ડી ટીવી મળી આવ્યા હતા પોલિસને શંકા જતા તેની ઉંડી તપાસ કરી હતી. જેમાં મજીદ આ ટીવીનો જથ્થો રામ સોસાયટીમાં રહેતા જયદીપ રમેશભાઇ ઠક્કર પાસેથી મેળવ્યો હોવાનુ  જણાવતા મજીદ સાથે જયદીપના ઘરે તપાસ કરાઇ હતી જ્યા વધુ 18 ટીવી મળી આવ્યા હતા આમ કુલ્લ 22 ટીવી એક કાર ટીવીના રાખવાના સ્ટેન્ડ સહિત 3.76 લાખનો મુદ્દામાલ પોલિસે કબ્જે કર્યો છે. આ અંગે પધ્ધર પોલિસમાં ગુન્હો નોંધી પોલિસે આગળની તપાસ શરૂ કરી છે.
ભુજમાં 289 બોટલ દારૂ ઝડપાયો આરોપી ફરાર 
ભુજમાંજ દારૂ માટે કુખ્યાત લોટસ કોલોનીમાંથી ભુજ એલ.સી.બીએ ડોક્ટર રશ્મીન શાહના દવાખાના નજીકથી એક બોલેરો જીપમાંથી 289 બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો છે. જો કે દારૂ વહેંચવા માટે ઉભેલો ઇબ્રાહીમ હાસમ કેવર દરોડો દરમીયાન નાશી જવામાં સફળ રહ્યો હતો. પોલિસે ઇબ્રાહીમ હાસમ કેવર વિરૂધ્ધ ભુજ બી ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી તેની બોલેરો કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.