ગુજરાતની વર્તમાન વિજય રૂપાણી સરકાર 2022 મા પોતાના 5 વર્ષ સાશનના પુર્ણ કરશે જો કે સ્થાનીક સ્વરાજની ચુંટણી પુર્ણ થયા બાદ 2022 ની તૈયારીના ભાગરૂપે નવા નિર્ણયો અને ભુતકાળમા લેવાયેલા પ્રજાલક્ષી નિર્ણયો અને યોજનાઓનો પ્રચાર અત્યારથી જ શરૂ કરી દેવાયો છે અને જેમા કચ્છના એક કિસાનને સરકારી યોજનાથી મળેલા લાભનો તૈયાર કરાયેલ વિડીયો ખુદ મુખ્યમંત્રીએ સોસીયલ મીડીયામા સેર કર્યો છે જેમા એરંડાના પાકમા ગયેલા નુકશાન બાદ કઇ રીતે સરકારી મદદથી ખેડુતોને ફાયદો થયો તેનો સંવેદનશીલ વિડીયો ખેડુતના શબ્દમાં જ તૈયાર કરાયો છે અને આ ખેડુત છે ભુજ તાલુકાના કુનરીયા ગામના નારાણભાઇ ચાડ…
શુ મદદ કરી ખેડુતને સરકારે ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સરકારની વિવિધ યોજનાના પ્રચાર અને તેનાથી લોકોને થતા ફાયદા અંગેના ધણા વિડીયો સોસીયલ મિડીયામા વહેતા કર્યા છે જેમા કચ્છના ખેડુતને થયેલા ફાયદાની વાત પણ છે નારાણભાઇ વર્ષોથી ખેતી પશુપાલન ક્ષેત્રે સંકડાયેલા છે ચૌમાસામા પડેલા વરસાદ પછી એરંડા ધોવાઇ ગયા અને ફરી વાવેતરની ચિંતા ખેડુત નારણભાઇને હતી જો કે સરકારી યોજનાથી ખેડુતને 20.000 મદદ મળી અને ખેડુત ફરી વાવેતર કરી સારો નફો મેળવ્યો જેનો વિડીયો તૈયાર કરાયો હતો જે મુખ્યમંત્રી આ સેર કર્યો છે ખેડુત ગુજરાત સરકારની યોજના અને ખેડુતલક્ષી અભિગમની પ્રસંશા કરી રહ્યા છે
ભારતભરમા ચાલેલા કિસાન આંદોલનની અસર કચ્છમા દેખાઇ ન હતી જો કે થોડા સમયથી ખેડુતો નર્મદા મુદ્દે સરકારથી નારાજ ચાલી રહ્યા છે જો કે નર્મદા સિવાય પણ ધણા પ્રશ્ર્નો મુદ્દે ખેડુતો વિવિધ માંગ સાથે સરકાર ને રજુઆતો કરતા આવ્યા છે તે વચ્ચે કુનરીયા ગામના ખેડુતને થયેલા ફાયદાની વાત કચ્છ ભરના ખેડુતો માટે ચર્ચાનો વિષય બન્યો છે જો કે કચ્છમા ધણા કિસાનોને સરકારી યોજનાથી ફાયદો મળ્યો છે પરંતુ નર્મદાના પાણી મુદ્દે સરકાર કાઇક નક્કર કરે તો માત્ર કુનરીયા નહી આવા અનેક ગામના ખેડુતનો વિશ્ર્વાસ સાચો ઠરી શકે તેમ છે