Home Social કોરના મહામારી વચ્ચે મુફ્તીએ કચ્છની દફનવીધીમા અનુયાયીઓ ઉમટ્યા : વિડીયો વાયરલ

કોરના મહામારી વચ્ચે મુફ્તીએ કચ્છની દફનવીધીમા અનુયાયીઓ ઉમટ્યા : વિડીયો વાયરલ

578
SHARE
હજરત અહેમદશા બાવા બુખારી મુફ્તીએ કચ્છનુ ગઇકાલે નિધન થતા સમગ્ર કચ્છમા શોકની લાગણી ફેલાઇ હતી આજે વિવિધ સામાજીક રાજકીય વ્યક્તિઓએ તેમને અંજલી અર્પી હતી કચ્છમાં હમેંશા તેમના કાર્યો તેમના વ્યક્તિત્વને લોકો યાદ કરશે જોકે તેમની અંતિમ ક્રિયા સમયે મોટી સંખ્યામાં ઉમટેલા લોકોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કેટલાક લોકોએ સોશિયલ ડિસ્ટન્સના સવાલો ઉઠાવ્યા હતા આમતો ગઇકાલે જ તેમના અંતિમ દર્શન સહિત ધાર્મીક ક્રિયામાં લોકો મોટી સંખ્યાંમાં ઉમટે તેવી શક્યતા હતી અને તેથી સમાજના આગેવાનોએ મોટી સંખ્યામા એકઠા ન થવા સમાજમાં અપિલ કરી હતી પરંતુ લોકોના હ્રદયમાં અનેરું સ્થાન ધરાવતા મુફ્તી સાહેબના અંતિમ દિદારનો લ્હાવો તેમના મુરિદો જાણે ચૂકવા નહોતા ઈચ્છતા અને કચ્છભરમાંથી લોકો માંડવી ખાતે ભેગા થયા હતા અને તેમના અંતિમ દર્શન સહિતની ક્રિયામાં જોડાયા હતા