તાજેતરમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકો નેતાઓને પ્રશ્ર્નો કરી મુજંવી રહ્યા છે. તાજેતરમાંજ ગુજરાત ભાજપના ધણા નેતાઓના ફોનનંબર જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને પુરતી આરેગ્ય સુવિદ્યા કેમ નથી મળતી અને તેઓ લોકોની કેમ મદદ માટે આગળ નથી આવી રહ્યા તેવા સવાલો કરાયા હતા. જો કે તે સીલસીલો હજુ યથાવત છે. ત્યા નેતાઓને વધુ પ્રશ્ર્નોના સામનો કરવો પડશે આજે કચ્છ ભારતીય કિસાનસંધના પ્રમુખ સહિત ખેડુતોએ સોસિયલ મિડીયામાં મેસેજ શરૂ કર્યા છે. અને કચ્છના તમામ ધારાસભ્ય સાંસદ તથા કેન્દ્રીય કૃષી મંત્રી સહિતના વ્યક્તિઓના નંબર આપ્યા છે. અને દરેક ખેડુતને ફોન કરી ખાતરમા ભાવ વધારા મુદ્દે પ્રશ્ર્નો કરવા માટે કહેવાયુ છે આમતો લાંબા સમયથી નર્મદા સહિતના મુદ્દે કચ્છના ખેડુતો આક્રમક બન્યા છે. પરંતુ વર્તમાન કોરના સ્થિતીને કારણે આક્રમક કાર્યક્રમો આપી શક્યા નથી પરંતુ રાસાયણીક ખાતરના અસહ્ય ભાવવધારા મુદ્દે ખુલ્લીને નેતાઓ સામે કચ્છ કિસાનસંધ આવ્યુ છે.
વાંચો ખેડુતે પોસ્ટમાં શુ કહ્યુ ?
ખાતરના ભાવ વધારા બાબતે
મિત્રો ખાતરમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનું વિરોધ દરેક ખેડૂત ભાઈઓએ કરવો પડશે નહિ તો આ લોકો ધીરે ધીરે આપણા દરેક વસ્તુમાં લૂંટતા જશે અને ખેતી અને ખેડૂત ને ગુલામ બનાવી દેશે જેથી આપણી આવનારી પેઢી આપણા ને માફ નહિ કરે કોરોના મહામારી નાં લીધે આપણે જાહેર સ્થળોએ એકત્રિત નથી શકતા પરંતુ એનું મતલબ એ નથી કે આપણે વિરોધ નાં કરી શકીએ માટે માટે ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા દરેક ખેડૂતને સૂચના આપવામાં આવે છે કે આપ આપના મોબાઈલ ફોન નાં માધ્યમ થી આપના તાલુકા / જીલ્લા પંચાયત નાં સભ્યો , ધારાસભ્ય શ્રી , સાસંદ શ્રી તેમજ મુખ્ય રાજકીય પક્ષોના તાલુકા જિલ્લા પ્રમુખ ને ફોન કરી ખાતરના ભાવ વધારાં બાબતે વિરોધ નોંધાવો તેમજ તેમને કહો કે તેઓ પ્રધામંત્રીશ્રીને તેમજ મુખ્યંત્રીશ્રીને પત્ર લખી ખાતરના ભાવ વધારાને પાછો ખેચવતની માંગણી મૂકે અને એ માંગણી નું પત્ર જાહેરમાં મૂકે જેથી આપણા ખેડૂત સમાજ ને ખબર પડે કે કેટલા નેતા ખરેખર ખેડૂતોની સાથે છે ખાસ નોંધ :- બધાજ ખેડૂતો કોઈ પણ જાતની રાજકિય પક્ષો ની લાજ શરમ રાખ્યા વગર ખાસ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફોન કરે એવી ખાસ અપીલ કરવામાં આવે છે
આર. સી . ફળદુ :- +919978406060
મનસુખ માંડવીયા :- +919013181970
વાસણ ભાઈ આહીર :- +919825025148
નીમાં બેન આચાર્ય :- +919825226700
પ્રદ્યુમ્ન સિંહ જાડેજા :- 9427767007
વીરેન્દ્ર સિંહ જાડેજા :- +919825038136
માલતીબેન મહેશ્વરી :- +919978744142
સંતોકબેન અરેથીયા :- +919920539292
વિનોદ ભાઈ ચાવડા :- +919825905467
પારુલ બેન કારા :- 9825318332
અન્ય તાલુકા જિલ્લા નાં સભ્યો નાં નંબર આપની પાસે નાં હોય તો મેળવી લેવા તેમજ તેમને ફોન કરવો ભારતિય કિસાન સંઘ કચ્છ
સ્થાનીક સ્વરાજની ચુંટણી સમયથી રાસાયણીક ખાતરમા ભાવ વધારાની વાતો ચાલી રહી છે. પરંતુ તે સમયે સરકારના કૃષી વિભાગે સ્પષ્ટ્તા કરી હતી કે ભાવ વધારો થયો નથી. જો કે તાજેતરમાં ચુંટણી પુર્ણ થયા બાદ ભાવવધારો થતા ખેડુતો ગુસ્સામાં છે તાજેતરમાંજ રાજ્ય અને કેન્દ્રીય કૃષીમંત્રીને કચ્છના એક ખેડુતે ફોન કરી મુજવ્યા હતા. ત્યા હવે કચ્છના તમામ-ધારાસભ્ય સાંસદ તથા કેન્દ્રીય મંત્રીના નંબર સાથેની યાદી જાહેર કરી કિસાનસંધે રાસાયણીક ખાતરના ભાવવધારા મુદ્દે અનોખો વિરોધ્ધ શરૂ કર્યો છે.