રાજ્ય અને દેશની સાથે કચ્છમાં પણ કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછત એક મોટી સમસ્યા છે. જો કે હવે બધુ થાડે પડી રહ્યુ છે. અને ઓક્સિજનની કટોકટી કચ્છમાં સર્જાય તેવી સ્થિતી નથી જો કે હવે ટુંક સમયમાં કચ્છમાં ઓક્સિજનની અછત નહી સર્જાય અને તે માટે ઉદ્યોગ,સરકારી વિભાગ દ્રારા મદદ માટે પહેલ કરાઇ છે. જે અતર્ગત વિવિધ ઓદ્યોગીક એકમોએ ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિદ્યા માટે લાખો રૂપીયાની મદદ કરી છે. જેથી કદાચ હવે ઓક્સિજનની અછત કચ્છમાં ભુતકાળ બનશે
ઉદ્યોગીક સંસ્થા ફોકીયાએ 80 લાખ ખર્ચયા
કચ્છના ઉદ્યોગો નું સંગઠન એવા ફોકીઆ દ્વારા વિવિધ ઉદ્યોગો અને સામાજિક અગ્રણીઓ ની મદદ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું આયોજન ઘડેલ છે. ઓક્સિજન કનસન્ટ્રેટર વાતાવરણમાં રહેલા વાયુ માંથી નાઈટ્રોજનને છુટો પાડી તેને પ્રાણવાયુ માં ફેરવે છે. અને તેનો ઓક્સિજન ફલૉરેટ૨ થી ૯ લિટર પ્રતિ મિનિટ એડજેસ્ટ કરી શકાય છે. આ માટે માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ બાબતે માન. મંત્રી શ્રી વાસણભાઈ આહિર, માન. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલના માધ્યમથી ફોકીઆને ઉપકરણો ડોનેટ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આના પ્રતિસાદ રૂપે ફોકીઆ દ્વારા લગભગ ૨૭૫ જેટલા ઓક્સિજન કનસન્ટ્રેટર ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો કે જેની કુલ કિંમત આશરે ૮૫ લાખ જેટલી થાય છે. પ્રથમ ચરણમાં આ પૈકી ફોકીઆને ૬૫ જેટલા ઓક્સિજન કનસન્ટ્રેટર મળેલા છે ત્યાર બાદ તબક્કાવાર 275 કચ્છના વિવિધ જીલ્લામાં ફાળવાશે આ પ્રોજેક્ટ સંદર્ભે ફોકીઆના ડાયરેક્ટર & પ્રોજેક્ટ ચેરમેન, શ્રી તલક્ષી નંદુએ ઉદ્યોગગૃહો, દાતાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ નો સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ફોકીઆના જીગર મકવાણા અને કમલેશ દેવરીયાએ ઉપકરણો ની ખરીદી તેમજ કંપનીના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી સહયોગ પૂરો પાડેલ હતો. આ ઉપરાંત દીપકભાઈ પારેખ નો પણ સહયોગ પ્રાપ્ત થયેલ હતો
જીલ્લા પંચાયતે ફાળવ્યા 18 લાખ
ઓક્સીજન કોન્સનટ્રેટર માટે અઢાર લાખની ગ્રાન્ટ ફાળવણી. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન રમેશ કારા દ્વારા કરાઇ છે. વર્ષ ૨૦૨૧/૨૨ માં જિલ્લાના વિકાસના કામો માટે પ્રમુખશ્રી જિલ્લા પંચાયતને રૂ.૧૮,૦૦,૦૦૦/-(અઢાર લાખ) ના કામો સૂચવવાના હોય છે. જિલ્લા કક્ષાની માર્ગદર્શિકા મુજબ આરોગ્ય સેવા માટે, કચ્છના લોકોની આરોગ્ય અંગેની સતત ચિંતા સેવતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન રમેશ કારા દ્વારા તકેદારીના ભાગરૂપે તેમજ આરોગ્ય તંત્ર સુદ્રઢ કરવાના હેતુથી તથા હાલની કોવિડ-૧૯ ની સ્થિતિ અંગે વધતાં સંક્રમણના કેસોને ધ્યાને લેતા કચ્છ જિલ્લાના કોવિડ-૧૯ થી સંક્રમિત થયેલા દર્દીઓને સારવાર મળી રહે તેવા હેતુથી હાલમાં ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત જણાય છે. જે માટે “ઑક્સીજન કોન્સનટ્રેટર (૧૦ લીટર) ની અંદાજીત કિંમત રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ) ખરીદી માટે ૧૮ (અઢાર) નંગ માટે રૂ.૧૮,૦૦,૦૦૦/-(રૂ. અઢાર લાખ) ફંડની ફાળવણી જિલ્લા કક્ષાના કામોના આયોજન હેઠળ કરવામાં આવી છે. આ મશીનો ઉપલબ્ધ થયે કોવિડ હોસ્પિટલ, કેર સેન્ટરની જરૂરિયાતને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ફાળવણી કરવાનું પ્લાનિંગ કરવામાં આવશે. આ મશીનો ઉપલબ્ધ થયેથી કચ્છના દર્દીઓને ઘણી રાહત થશે
અદાણી સંચાલીત જી.કેમાં હોસ્પિટલમાં નવો પ્લાન્ટ
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ૨૦ કી.લો. લિટરની ક્ષમતા ધરાવતા લિક્વિડ ઑક્સીજન સ્ટોરેજ ટેન્ક યુધ્ધના ધોરણે ઊભું કરવામાં આવી રહ્યું છે. જે ૧૫૦૦થી ૧૭૦૦ જમ્બો સિલિન્ડર જેટલો ગેસ સંગ્રહ કરવાનું સામર્થ્ય ધરાવતું હોવાથી હોસ્પિટલની હાલની જરૂરિયાત સંતોષી શકાશે. ટૂંક સમયમાં જ આ સ્ટોરેજ ટેન્ક સંપૂર્ણપણે સ્થાપિત થઈ જતાં જી.કે. જનરલ હોસ્પિટલની રોજના ૬૦૦થી ૭૦૦ જેટલા જમ્બો સિલિન્ડરની જરૂરિયાત છે. જે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળશે. એટલું જ નહીં ઑક્સીજન બેન્ક તથા છૂટક ઓક્સિજન બોટલના વપરાશમાથી છૂટકારો મળશે. કચ્છ જિલ્લાના જ્યાં સુધી હોસ્પિટલને સબંધ છે. ત્યાં સુધી આ પ્રકારનું રીફિલ સ્ટોરેજ ટેન્ક સૌ પ્રથમવાર નિર્માણ પામી રહ્યું છે. આ રીફિલ સ્ટોરેજ ટેન્કની કાર્યપધ્ધતિની વિગતો આપતા હોસ્પિટલના બાયો મેડિકલ એંજિનિયરએ કહ્યું કે,દર બે દિવસે પ્લાન્ટ રીફિલ કરાવી શકાશે. ટેન્કમાં ભરવામાં આવનાર ઓક્સિજન લિક્વિડ(પ્રવાહી) ફોર્મમાં હશે જે પ્લાન્ટના મહત્વના ગણાતા ઉપકરણ એવા વેપોરાઈડ યુનિટ પ્રવાહી ઓક્સિજનને ગેસ વાયુના સ્વરૂપમાં પરિવર્તિત કરશે અને આ તબદીલ થયેલો ગેસ અર્થાત પ્રાણવાયુ(ઓક્સિજન)પ્લાન્ટની સાથે જ જોડીને બનાવવામાં આવી રહેલા ૧૫૦૦ મીટરની પાઇપલાઇન મારફતે ૧૦ હજાર લિટર પર મિનિટે(LPM) ઑક્સીજન હોસ્પિટલના બેડ સુધી પહોંચશે. સ્ટોરેજ ટેન્કની ટેકનિકલ સેફ્ટી (સલામતી) અંગે પટેલે વધુમાં કહ્યું કે, પેટ્રોલિયમ એક્સ્પ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન(PESO) માર્ગદર્શન અને રૂપરેખા મુજબ જ કામ થઈ રહ્યું છે. અને એ સંસ્થા મંજૂરીની મહોર માટે મારે પછી જ લિક્વિડ સ્ટોરેજ ટેન્ક કાર્યાન્વિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્ટોરેજ ટેન્કનું કામ નિર્ધારિત સમય કરતાં ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે. અને એક જ અઠવાડિયાના સમયગાળામાં મોટાભાગનું કામ પરિપૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
આમ કચ્છમાં હવે વિવિધ સંસ્થાઓ અને સરકારી આયોજનથી ટુંક સમયમાં ઓક્સિજનની મોટી સમસ્યા સર્જાવાની સમસ્યા ભુતકાળ બને તેવુ હાલના તબક્કે લાગી રહ્યુ છે. ટુંક સમયમાં કામ પુર્ણ થયે કચ્છને તેનો લાભ મળશે જો કે હજુ પણ ધણી સંસ્થા અને દાતાઓ મદદ માટે આગળ આવી રહ્યા છે તેથી કચ્છ ઓક્સિજન ક્ષેત્રે આત્મનિર્ભર બને તે દિશામા આગળ વધી રહ્યુ છે.