કોરોનાકાળમાં એક સમયે જ્યાં સમાજસેવા માટે લોકો મુશ્કેલી વચ્ચે આગળ આવી રહ્યા છે અને જીવના જોખમે સેવા કરી રહ્યા છે ત્યાં ભુજના ખારીનદી સ્મશાનગૃહમાં રોટરી સંચાલીત ગેસ આધારીત સ્મશાનમાં ચાર્જ વસુલાતો હોવાના મુદ્દે પાછલા થોડા દિવસોથી સોશિયલ મિડીયામા ભારે વિવાદ ચાલી રહ્યો છે.તો ભુતનાથ સેવા સંસ્થાન તથા પૂર્વ વિપક્ષી નેતા દ્વારા આ મુદ્દે કલેકટરમાં પણ રજુઆતો કરાઇ હતી. સોશિયલ મિડીયામા નવરાત્રી કરી લાખો રૂપીયા કમાતી રોટરી સંસ્થા આવી મહામારીમાં પણ અંતિમવિધી માટેનો ટોકન ચાર્જ વસુલવા સામે અનેક સવાલો ઉભા થયા હતા તો આજે સોશિયલ મિડીયામાં સંસ્થાના પ્રમુખ વિમલ મહેતાના ફોન નંબર સાથે તેને ફોન કરવાની પણ અપિલ કરાઇ હતી લાકડાનો ઉપયોગ ઘટાડવા સહિત વિવિધ મુદ્દે ગેસ આધારીત સ્મશાનમા વીધી માટેની રજુઆતના પગલે આજે રોટરી સંસ્થાએ પોતાના પક્ષ રાખવા સાથે તંત્ર સાથેની ચર્ચા પછી કોવીડ મૃતકોની નિશુલ્ક અંતિમવિધી માટેની જાહેરાત કરી છે.
શુ હતો વિવાદ અને શુ કહ્યુ સંસ્થાએ
ખારીનદી સ્મશાન ગૃહમા એક તરફ કોવીડ દર્દીઓની અંતિમવિધી લાકડાની અછત વચ્ચે કરાય છે તેવામાં રોટરી સંચાલીત સ્મશાનગૃહ કેમ ઉપયોગી ન થાય તેવા સવાલો સાથે રોટરીના અભિગમની ભારે ટીકાઓ થઇ હતી નવરાત્રી સમયે લાખો કરોડો કમાતી સંસ્થા કેમ આવી ક્રિયા મફતમા ન કરે? તેવા સવાલો ઉભા થયા હતા જો કે આજે રોટરીએ નિશુલ્ક સેવા આપવાનો નિર્ણય કરવા સાથે જણાવ્યુ હતુ કે કોવીડ મહામારી સમયથી સંસ્થા દ્વારા જરૂરીયાત મંદ પાસેથી મૃતકોની અંતિમવિધિ માટે પૈસા લેવાયા નથી ખાલી નિભાવ ખર્ચ પેટે પૈસા લેવાય છે અને તે પણ દબાણપુર્વક નહી સોશિયલ મિડીયામાં થઇ રહેતી ટીકાનો ભાવુક ખુલાસો આપવા સાથે રોટરીએ જાહેરાત કરી છે કે સેવા નિશુલ્ક કરાઇ છે અને હવે દાતાઓની મદદ લેવાશે પરંતુ સોશિયલ મીડીયામાં જે ટીકાઓ થઇ રહી છે તે થોડી વધુ છે લાકડાનો ઉપયોગ ઘટે અને તંત્રએ પણ આજે ચર્ચા પછી જણાવતા રોટરી સંસ્થા હવે આ ક્રિયા મફત કરશે અને નિભાવ માટે દાત્તાની મદદ લેશે
એક તરફ કોરોના મહામારી પછી લાકડા સમય અને માનવ મુશ્કેલી ઘટાડવા માટે સુખપર,મીરઝાપર ખાતે મૃતકોની અંતિમવિધિ માટે વધુ સેવા શરૂ કરાઇ સાથે મીરજાપરમાં ગેસ આધારીત સ્મશાન માટેનુ કામ શરૂ કરાયુ પરંતુ નવરાત્રી સમયે થેલેસેમીયા બાળકોના નામે તાયફાને કારણે ચર્ચામાં રહેતી સંસ્થાએ પોતા પર થઇ રહેલા એક તરફી પ્રહાર પછી નિશુલ્ક સેવા સાથે ખુલાસો કરી મહામારીમા ઉભા થયેલા વિવાદ પર પડદો નાંખ્યો છે આ નિર્ણય બાદ રોટરીના વિમલ મહેતાએ ખુલાસો કરતા જણાવ્યુંં હતું કે રોટરી ફ્લેમીંગો સ્મશાન સંચાલન કરે છે નવરાત્રી કરતી સંસ્થા રોટરી વોલસીટી છે જોકે લોકો માત્ર રોટરીથી પરચિત હોઇ તેની અલગ અલગ પાંખોથી વાકેફ ન હોય એટલે સ્વાભાવિક પણે મેઈન સંસ્થા તરફ ટિક્કા કરે એ સમજી શકાય અહી નોંધવું રહ્યું કે તંત્ર સાથે પરામર્શ પછી કરાયેલો નિર્ણય વહેલા સેવાભાવી,સામજીક આગેવાનો સાથે બેસી ઉકેલાયો હોત તો કદાચ આ વિવાદ જન્મ ન લેત જો કે કોરોના મહામારીમાં મૃતકોની અંતિમવિધિ માટે સેવા આપનાર એ તમામ સામાજીક આગેવાન અને સંસ્થાને વંદન સાથે રોટરી દ્વારા લેવાયેલા અભિગમને પણ સલામ