Home Social મહામારીમાં દર્દીઓની મફત સેવા કરતી અંજારની સાઇ હોસ્પિટલને સરહદ ડેરી બની મદદરૂપ

મહામારીમાં દર્દીઓની મફત સેવા કરતી અંજારની સાઇ હોસ્પિટલને સરહદ ડેરી બની મદદરૂપ

285
SHARE
કોરોના મહામારીમાં અંજારના એક તબીબની ભારે પ્રશંસા થઇ રહી છે. આવી મહામારીમા એક તરફ ખાનગી હોસ્પિટલ માનવતા મુકતી હોવાની ફરીયાદો અને કિસ્સા સામે આવી રહ્યા છે ત્યા આ ડોક્ટર હિતેષ ઠક્કર દ્રારા તેમના પરિવારની મદદથી દર્દીઓ માટે તમામ સારવાર ફ્રી કરવામા આવી છે. ઓક્સિજન અને મેડીકલ રીપોર્ટ સિવાય સાંઇ હોસ્પિટલ દ્રારા એક રૂપીયો પણ દર્દીઓ પાસેથી લેવાતો નથી તેવામાં સામાજીક સંસ્થાઓ હવે હોસ્પિટલની કામગીરી જોઇ તેની મદદ માટે આગળ આવી છે. સરહદ ડેરી દ્રારા અંજાર શહેરની સાંઇ હોસ્પિટલ દ્વારા નિશુલ્ક કોરોના દર્દીઑને સારવાર આપવામાં આવે છે જે અનુસંધાને અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી લીલાવતીબેન પ્રજાપતિ દ્વારા હોસ્પિટલને ૨ નંગ BiPAP (વેન્ટિલેટર) ની જરૂરિયાતની જણાવતા સરહદ ડેરી દ્વારા તાત્કાલિક હોસ્પિટલને ૧.૬૦ લાખની કિમતના ૨ નંગ વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા સાઈ હોસ્પિટલ દ્વારા તમામ કોરોના દર્દીઓને મફત સારવાર ઉપરાંત જમવા, તેમજ અન્ય જરૂરિયાત પૂરી પાડવામાં મદદરૂપ થઇ રહી છે. તેવામાં સરહદ ડેરીએ આપેલી મદદથી વધુ દર્દીઓને તેનો લાભ મળશે જો કે એક તરફ અમુલ તથા અન્ય ડેરીઓ દ્રારા ગુજરાતમાં ઓક્સિજન પ્લાન્ટ તથા હોસ્પિટલ સુવિદ્યા ઉભી કરવામા આવી છે તેવામાં કરોડોનો નફો કરતી સરહદ ડેરી હજુ વધુ મદદ કરી શકે તેમ છે. તેવી કચ્છમાં લોકો અપેક્ષા રાખી રહ્યા છે. જો કે વેન્ટીલેટર સાથે રેપીડ કીટનુ વિતરણ સરહદ ડેરી દ્રારા કચ્છમાં કરાઇ રહ્યુ છે. સાઇ હોસ્પિટલ દ્રારા ન માત્ર દર્દીઓની મફત સેવા પરંતુ ઘર જેવુ વાતવરણ દર્દીઓ અને તેના સાથે આવેલા લોકોને મળે તે માટે ધાર્મીક કાર્યો પણ કરી દદ્દીઓને નવજીવન આપી રહ્યુ છે. જો કે ન માત્ર સરહદ ડેરી પરંતુ હોસ્પિટલની સેવા જોઇ અનેક લોકો સેવાભાવી દંપતી અને હોસ્પિટલની મદદ માટે આગળ આવ્યુ છે.
BKT કંપની પણ મદદ માટે આગળ આવી
કંપનીની સામાજિક જવાબદારી દાખવવાના ભાગરૂપે સી.એસ.આર. હેઠળ બી.કે.ટી. કંપની દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરાયા હતા. જેમાં કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત હતા.ખાનગી કંપનીના સી.એસ.આર હેઠળ મળેલા બીકેટી કંપનીના ઓક્સિજન કોન્સન્ટ્રેટર જરૂર પડે કોરોનાના દર્દીઓ માટે સહાયરૂપ બનશે અને જનસહયોગ અને લોકભાગીદારીથી કોરોનાને મ્હાત આપવામાં બળ મળશે તેમ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કોવિડ-૧૯ની ગાઈડલાઈન પ્રમાણે સાવચેતી અને સલામતીની અમલવારી કરી જનતા  કોરોનાને મ્હાત આપી શકશે સામાજીક અને શૈક્ષણિકરીતે પછાતવર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના પ્રયત્નોથી અદાણી અને કેન્દ્ર સરકારના સહયોગથી જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત થયેલા ઓક્સિજન પ્લાન્ટ વિશે સૌને માહિતગાર કર્યા હતા. સમાજ કલ્યાણ માટે વિધાનસભા દીઠ આરોગ્યક્ષેત્રે ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવાના રાજ્ય સરકારના નિર્ણયના પગલે રાજ્ય મંત્રીશ્રીએ પણ અંજાર વિધાનસભાને રૂપિયા બે કરોડની ગ્રાંટ ફાળવી છે. જરૂર પડે તો અન્ય સહાય કરવાની પણ મંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે ખાતરી આપી હતી.એક થી પાંચ લીટર સુધીની ક્ષમતા ધરાવતા ઓક્સિજન કોન્સન્ટ્રેટર ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવા બદલ  વિનોદભાઇ ચાવડાએ કંપનીનો જનતા વતી આભાર માન્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે ,”સરકારની કોરોના માટેની વ્યવસ્થાઓ સાથે કોરોનાને મ્હાત આપવા સૌનો સહકાર મહત્વપૂર્ણ છે. સરકારની ગાઈડલાઈન અનુસાર તેમજ તબક્કાવાર વેક્સિનેશનમાં પણ ગ્રામજનો રસીકરણ કરાવી કોરોનાને હરાવે.  બી.કે.ટી. જેવી કંપનીઓ પણ આમાં સહયોગ આપશે એમ પણ તેમણે કહ્યું હતું.