Home Crime દારૂ-જુગારમાં કોઇ લોકડાઉન નહી અંજાર પોલિસ અને ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો બુટલેગર-ખેલીઓ...

દારૂ-જુગારમાં કોઇ લોકડાઉન નહી અંજાર પોલિસ અને ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો બુટલેગર-ખેલીઓ પર સપાટો

987
SHARE
કચ્છમાં લાંબા સમયથી દારૂની હેરફેરે તો માજા મુકી છે. પોલિસની કડક કાર્યવાહી અને કરોડો રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપાવા છંતા બુટલેગરો હિંમત હારતા નથી અને કચ્છમા લાખો રૂપીયાનો દારૂ મોકલી રહ્યા છે. જો કે પુર્વ કચ્છ માટે જાણેકારો એવો મત વ્યક્ત કરી રહ્યા છે. કે મીઠીનઝર હેઠળ બધુ બરોબર ચાલી રહ્યુ છે. અને કદાચ થોડા સમય પહેલા વિજલન્સે પાડેલો દરોડો તેની સાબિતી આપે છે. જો કે હાલ જ્યારે લોકડડાઉ અને અનલોકની પ્રક્રિયા કોરોના મહામારી વચ્ચે ચાલી રહી છે ત્યારે તે વચ્ચે જાણે બુટલેગરો અને જુગારીઓ માટે કોઇ લોકડાઉન ન હોય તેમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ તથા અંજાર પોલિસે સફળ દરોડો પાડી સાબિત કર્યુ છે. ભુજ નજીક જાણીતા રીસોર્ટ પર નાલ ઉધરાવી મહિલા જુગાર રમાડાતી હતી તો અંજારમાં વાડી વિસ્તારમાં લાખો રૂપીયાનો દારૂનો જથ્થો ઉતારાયો હતો.
મહિલા સંચાલીત જુગાર પર દરોડો
પોલિસના કડક ચેકીંગ વચ્ચે કચ્છભરમાંથી ભુજના રૂદ્રમાતા ડેમ નજીક આવેલા કચ્છ સફારી રીસોર્ટમાં રૂમભાડે રાખી સુમરાસર ગામના મહિલા જસીબેન કાનજીભાઇ ચાડ નાલ ઉધરાવી બહારથી ખેલી બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી. જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો અને 4 મહિલા અને 3 પુરૂષને જુગાર રમતા 2.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જેમા 1.32 લાખ રોકડ રકમ પણ મળી આવી હતી. જુગાર દરોડોમાં જસીબેન કાનજીભાઇ ચાડ ઉપરાંત રાધાબેન મુકેશ હિરા માતા, રહે સુમરાસર,મીતા ઉર્ફે માલા રમેશ ઠક્કર,રસીલા નરભેરામ મેધજીભાઇ ઠક્કર, પ્રેમજી લખુ મહેશ્ર્વરી,દીનેશ રમેશ ડાગર તથા રમજુ ઇસ્માઇલ શેખને ઝડપી પાડ્યા છે. ભુજ બી-ડીવીઝન પોલિસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ પોલિસે શરૂ કરી છે.
અંજારમાં વધુ એક સફળ દારૂનો દરોડો
અંજાર પોલિસ મથકે નિયુક્ત થયા બાદ સતત પી.આઇ એમ.એન.રાણા દારૂ સહિતની બદ્દીઓ પર કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે આજે વધુ 600 પેટી દારૂનો જથ્થો અંજાર નજીકના વાડી વિસ્તારમાંથી અંજાર પોલિસે ઝડપી પાડ્યો છે. સચોટ બાતમીના આધારે અંજારથી સાપેડા જતા માર્ગ પર આવેલી વાડીમા અંજાર પોલિસે દરોડો પાડ્યો હતો. જેમાં શાંતિલાલ ઉર્ફે પટેલ સામજી ડાંગરના કબ્જામાંથી પોલિસે 600 પેટી અંગ્રેજી દારૂનો જથ્થો,4 વાહનો સહિત 27.80 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દરોડો દરમ્યાન શાંતિલાલના ભાઇ મુકેશ લખુ ડાંગર તથા પડાણાના મનુભા વિઠ્ઠલભા વાધેલાની સંડોવણી ખુલી છે. જેને ઝડપવા માટે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.
એક તરફ લોકડાઉન સહિત નિયમોના કડક પાલન માટે પોલિસ દ્રારા ઠેરઠેર નાકાબંધી સહિત ચેકીંગ હાથ ધરાઇ રહ્યુ છે. પરંતુ તે વચ્ચે ગુન્હેગારો પોતાની મંજીલે જવાનો રસ્તો સતત શોધી રહ્યા છે. જો કે દારૂ અને જુગારના સફળ કેસ કરી પોલિસે આવા ગુન્હેગારોને બે નકાબ કર્યા છે