એક તરફ લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા કેસ વધ-ધટ થતા ગુજરાતમાં થઇ રહી છે. પરંતુ તે વચ્ચે કોરોના ગાઇડલાઇનનુ કડક પાલનન થાય તે માટે પોલિસ રસ્તા પર છે. માસ્ક તથા સોસીયલ ડિસ્ટન્ટનુ ભંગ કરનાર સામે પોલિસ કડક કાર્યવાહી કરી રહી છે. જો કે તે વચ્ચે માનકુવા પોલિસે વધુ એક લગ્ન આયોજક સામે કાર્યવાહી કરી છે. અને સુખપર નજીક રીસોર્ટમાં ચાલતા લગ્ન આયોજક સામે ફરીયાદ નોંધી છે. માનકુવા પોલિસને મળેલી બાતમીના આધારે પોલિસે સુખપર-માનકુવા વચ્ચે આવેલ વૃંદાવન રીસોર્ટ પર પહોંચી હતી જ્યા લગ્ન પ્રસંગે મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત દેખાયા હતા. કલેકટર જાહેરનામાના ભંગ થયેલ હોઇ વૃંદાવન રીસોર્ટના મેનેજર કિશોર વેલજી હિરાણી તથા લગ્નનુ આયોજન કરનાર લાલજીભાઇ વિશ્રામભાઇ કેરાઇ સામે માનકુવા પોલિસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ માનકુવા પોલિસે સામત્રા ગામે આયોજીત એક દાંડીયારાસના કાર્યક્રમ પર કાર્યવાહી કરી હતી અને નિયમ કરતા વધુ લોકો એકત્ર થતા અનીલપુરી રમેશપુરી ગોસ્વીમી વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. અને ડી.જે સીસ્ટમના તાલે આયોજીત દાંડીયારસમા કાર્યવાહી કરી હતી. કોરોના સંક્રમણ વધતુ અટકાવવા માટે લોકડાઉન સાથે ધાર્મીક સામાજીક કાર્યક્રમો પર સરકારે ચોક્કસ નિયમો બનાવ્યા છે. પરંતુ છંતા ઉન્માદ્દમાં તેનો ભંગ થતો હોય હવે પોલિસ કડક કાર્યવાહી કરી રહી છે. જાહેર માર્ગો અને સ્થળો પર માસ્ક ન પહેરી સોસીયલ ડિસ્ટન્ટટીંગનો ભંગ કરનાર સામે તો પોલિસ કાર્યવાહી કરીજ રહી છે. પરંતુ હવે ખાનગી સ્થળે આયોજીત આવા કાર્યક્રમો પર પણ પોલિસની ચાંપતી નજર છે.