Home Crime મુન્દ્રાની વવાર સીમમાં શિકારની શંકાએ ગયેલી પોલિસે બે દેશી બંધુક સાથે એકને...

મુન્દ્રાની વવાર સીમમાં શિકારની શંકાએ ગયેલી પોલિસે બે દેશી બંધુક સાથે એકને ઝડપ્યો એક ફરાર

1164
SHARE
મુન્દ્રા તાલુકાના વવાર ગામની સિમમાં શિકારી પ્રવૃતિની બાતમી અને શંકાએ તપાસ માટે ગયેલી મુન્દ્રા મરીન પોલિસને બે ગેરકાયદેસર દેશી બંધુક હાથ લાગી છે. જો કે પોલિસની કાર્યવાહી દરમ્યાન પુત્ર બંધુક છોડી નાશી જવામાં સફળ રહ્યો છે. પરંતુ પિતાની પોલિસે ગેરકાયદેસર બંધુક સાથે ધરપકડ કરી છે. બાતમીને આધારે સ્થાનીક લોકો સાથે પહોચેલી મુન્દ્રા મરીન પોલિસે શંકાસ્પદ ફરી રહેતા બે શખ્સોને સ્કોડન કર્યા હતા જો કે તે દરમ્યાન વિનોદ પ્રેમજી દેવીપુજક નાશી જવામા સફળ રહ્યો હતો. પરંતુ પોલિસે તેના પિતા પ્રેમજી મણીલાલ દેવીપુજકની બે દેશી બંધુક સાથે ધરપકડ કરી છે અંજારના ચાંદ્રોડા ગામના રહેવાસી પિતા-પુત્ર આ હથીયાર ક્યાથી લાવ્યા અને હથિયારો સાથે આ વિસ્તારમા શુ કરી રહ્યા હતા તે સંદર્ભની પોલિસે ઉંડાણપુર્વકની તપાસ શરૂ કરી છે.મુન્દ્રા મરીન પી.એસ.આઇ જી.બી વાણીયા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.