Home Social એક કરોડના ખર્ચે ચોથો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત જી.કે. હોસ્પિટલ હવે ઓક્સિજન ક્ષેત્રે...

એક કરોડના ખર્ચે ચોથો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત જી.કે. હોસ્પિટલ હવે ઓક્સિજન ક્ષેત્રે આત્મનિર્ભર

404
SHARE
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સિસ(ગેઇમ્સ) દ્વારા રૂ. ૧ કરોડના ખર્ચે ૨૦૦ સિલિન્ડરની ક્ષમતાવાળો પ્રેસર સ્વિંગ એબ્ઝોબર ટેકનૉલોજી (પી.એસ.એ.) આધારિત આધુનિક પ્લાન્ટ કાર્યાન્વિત થતાં જી.કે. જનરલ હોસ્પિટલ હવે ઓક્સિજન ક્ષેત્રે આત્મનિર્ભર બની ગયું છે.હોસ્પિટલના બાયોમેડિકલ એંજિનિયર ભાવેશ પટેલે આ નવા સ્થાપિત પ્લાન્ટની માહિતી આપતા જણાવ્યુ હતું કે, ભારતની જાણીતી કંપની દ્વારા ૨૩મીએ સવારે પ્લાન્ટના આવશ્યક ઉપકરણો મળતા યુધ્ધના ધોરણે એન્જિ. ટિમ દ્વારા પ્લાન્ટના આંતરીક જોડાણ સક્રિય કરી પરિક્ષણ સાથે શુધ્ધ ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ઓક્સિજનનું ઉત્પાદન થવાની સાથે હોસ્પિટલમાં તૈયાર થયેલી આંતરિક સુલભ પાઇપલાઇન દ્વારા દર્દીના બેડ સુધી ઑક્સીજન સરળતાથી વહન કરી શકાશે. પ્રતિ ૨૪ કલાકે આ પ્લાન્ટ દ્વારા ૨૦૦ સિલિન્ડરનું ઉત્પાદન કરતું થઈ જવાથી કુલ ૪ પ્લાન્ટની ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ૫૦૦ સિલિન્ડર થતાં હોસ્પિટલની વર્તમાન અને ભાવિ કોઈપણ પરિસ્થિતીને પહોંચી વળાશે. જી.કે. જનરલ હોસ્પિટલમાં પી.એસ.એ.પ્લાન્ટ કાર્યાન્વિત થતા આ ચોથો ઓક્સિજન પ્રોજેકટ છે. અગાઉ ફેબ્રુ. ૨૦૧૬માં ૮૮ સિલિંન્ડર, ઓગષ્ટ ૨૦૨૦માં ૧૨૫ સિલિન્ડર, ઑક્ટો ૨૦૨૦માં ૧૨૫ સિલિન્ડર ક્ષમતાવાળા ત્રણ પ્લાન્ટ કાર્યાન્વિત હતા જ પરંતુ, આ ચોથો નિર્માણ થતાં જી.કે.માં કુલ ૫૦૦ સિલિન્ડરની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું નિર્માણ થતા હોસ્પિટલની જરૂરિયાત પૂરી કરી શકાશે. આ ઉપરાંત ૨૦ કિલો. લિટરની લિક્વિડ ઑકસિજન સ્ટોરેજ ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં લિક્વિડ ઑક્સીજન સંગ્રહ કરાશે. હોસ્પિટલમાં આ પ્રકારે જુદા જુદા પ્લાન્ટ હોવા છતા કોરોનાકાળમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા છૂટક ઓક્સિજન સિલિન્ડર નિયમિત ખરીદવામાં આવતા પરંતુ હવે, જી.કે.માં છૂટક ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગથી છૂટકારો મળશે પ્રેશર સ્વિંગ ઓબ્ઝોબર ટેક. અંગે ભાવેશ પટેલે વિગતો આપતા જણાવ્યુ હતું કે, આ પ્લાન્ટ આસપાસના વાતાવરણમાથી હવાનું શોષણ કરીને શુધ્ધ ઓક્સિજન બનાવે છે તેમજ બિનજરૂરી વાયુને વાતાવરણમાં છોડી દે છે. અને શુધ્ધ ઓક્સિજનને પાસ થવા દે છે.