કચ્છમાં સતત કોરોના કેસો વધી રહ્યા છે. કચ્છમાં આજે કોરોનાના માત્ર 30 કેસોજ સામે આવ્યા છે. અને એક વ્યક્તિનુ કોરોનાથી મોત થયુ છે. ભુજમાં સૌથી વધુ 6 કેસો નોંધાયા છે જો કે હજુ એક્ટીવ કેસની સંખ્યા 2515 છે તો આજે કચ્છમાં 94 લોકો સ્વસ્થ થતા રજા આપી દેવાઇ છે. રાજ્યની સાથે કચ્છમાં સતત 4 દિવસથી કેસોની સંખ્યા ધટી રહી છે જે સારી બાબત છે. અને તંત્ર અને લોકોએ પણ ધટતા કોરોનાથી રાહતનો શ્ર્વાસ લીધો છે. જો કે એક તરફ મહામારી વચ્ચે અંજારમાંથી એક બોગસ તબીબને અંજાર પોલિસે આરોગ્ય વિભાગને સાથે રાખી ઝડપી પાડ્યો છે. અંજારથી વર્ષામેડી જતા રોડ પર વેલ્સ્પન કંપનીની આગળ દરગાહ સામે આવેલ અરહિંત નગર કોમ્પલેક્ષમાં સુકુમાર મનોરંજન સરકાર મુળ પચ્છિમ બંગાળ વાડો કોઇપણ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતો ઝડપાઇ ગયો હતો. અંજારના પી.આઇ એમ.એન.રાણાને બાતમી મળતા મેડીકલ ઓફીસરને સાથે રાખી કાર્યવાહી કરાઇ હતી. મેડીકલ પ્રેકટીસના વિવિધ સાધનો પણ બોગસ ડોક્ટર પાસેથી મળી આવ્યા હતા. જેથી પોલિસે વિવિધ કલમો હેઠળ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.