Home Current ભારતીય ડેરીનો દુષપ્રચાર કરતી PETA સંસ્થાને ખુલ્લી પાડવાનો દાવો કરનાર વલમજી હુંબલ...

ભારતીય ડેરીનો દુષપ્રચાર કરતી PETA સંસ્થાને ખુલ્લી પાડવાનો દાવો કરનાર વલમજી હુંબલ સરહદ ડેરીના દુષપ્રચાર સામે કેમ મૌન?

531
SHARE
સરહદ ડેરીના ચેરમેન અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલે આજે ભારતીય ડેરી ઉદ્યોગનો દુષપ્રચાર કરી નુકશાન પહોંચાડતી સંસ્થાને ખુલ્લી વાડવાના દાવા સાથેની એક પ્રેસયાદી મોકલી છે. જેમાં ભારતીય ડેરી ઉદ્યોગને નુકશાન થાય તે રીતેનો દુષપ્રચાર કરવામા આવી રહ્યો છે જેને ખુલ્લા પાડવા સાથે વડાપ્રધાનને આ અંગે પત્ર લખી આવી સંસ્થા બંધ કરવાની માંગ કરાઇ છે
શુ છે. વલમજી હુંબલનો દાવો?
હાલમાં People for the Ethical Treatment of Animals (PETA) જે અમેરિકન NGO છે તે વેગન ફૂડના નામે કૃત્રિમ ફેક્ટરીમાં વિવિધ વનસ્પતિ VEGAN ફૂડના નામે પ્લાન્ટ બેઝ ડ્રિંક જેને દૂધના નામે ખપાવવામાં આવે છે જે મુખ્ય ત્વે સોયા, નાળીયેર, બદામ, તથા ચોખા (ભાત), ઓટ વી. માંથી તૈયાર કરવામાં આવે છે. આ પીણાંને દુધમાં ખપાવી અને ખોટું પ્રોત્સાહન આપવા માટે લોબિંગ કરવામાં આવે છે અને આપણું કુદરતી દૂધ જે આપણે ગાય અને ભેંસમાથી તેના ઉછેર દ્વારા મેળવીએ છીએ તેને પ્રાણીઓ પર ક્રૂરતાના નામે બદનામ કરી અને બંધ કરવા માટે વિવિધ રીતે નકારાત્મકતા ફેલાવી અન્ય સંસ્થાઓની મદદ મેળવી અને ભારતીય ડેરી ઉધ્યોગ તેમાં પણ ખાસ કરીને સુવવ્યથિત માળખું ધરાવતી અમુલને બદનામ કરી અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલ ૧૦ કરોડ લોકોને બેકાર કરવા માટેની પોલ ખોલી છે. આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને અમુલના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે ભારતીય સંસ્કૃતિ હમેંશાથી પશુઓને પોતાના પરિવારનો જ હિસ્સો માને છે અને પરિવારના વ્યક્તિની જેમ જ પાળે છે જેથી પ્રાણીઓ પર ક્રૂરતાનો કોઈ સવાલ જ ઉત્પન્ન થતો નથી. આ પ્રકરણમાં ભારતીય ડેરી ઉદ્યોગ જે તદ્દન આત્મનિર્ભર છે અને દૂધ અને દૂધની બનાવટોની આયાત કરવાની જરૂરિયાત જ નથી તેને તોડી પાડી અને જે ૧૦ કરોડ લોકો આત્મનિર્ભર છે તેને બેકાર કરવા માટે દુપ્રચાર કરવામાં આવી રહ્યા છે અને આના પાછળ વિવિધ વિદેશી કંપનીઓનો હાથ હોવાની ગંધ આવી રહી છે. જેથી આવી સંસ્થાઓને પ્રોત્સાહન ના આપી અને પોલ ખોલી અને વિરોધ કરવો ખૂબ જ જરૂરી બની રહે છે ગુજરાતના તમામ દુધ ઉત્પાદકો પત્ર દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીને આવી લેભાગુ સંસ્થાઓના દૂપ્રચારથી ભારતને થતાં નુકશાન જેવા કે જી.ડી.પી. આ દુધના ધંધાનો ફાળો મોટો છે આવી સસ્થાઓ ભારતના દુધ ઉત્પાદકોને બેકાર બનાવવાના ષડયંત્રનો ભાગ છે. એક વખત ડેરી ઉધ્યોગને ખોટા પ્રચાર દ્વારા બદનામ કરી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા પ્લાન્ટના કૃત્રિમ દુધ ઉત્પાદન કરી ડેરી ઉધ્યોગને નુકશાન કરવાની આવી હિન પ્રવૃતિ ભારતમાં બંધ કરે તે માટે તેના ઉપર પ્રતિબંધ મૂકવા જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરે છે.
સરહદ ડેરીના દુષપ્રચાર સામે કેમ મૌન?
ભારતીય ડેરી ઉદ્યોગના થઇ રહેલા દુષપ્રચાર કરતી સંસ્થા સામે કાર્યવાહીની માંગ સાથે ખુલ્લો પાડવાનો દાવો કરનાર વલમજી હુંબલે ખુબજ સરાહનીય કાર્ય કર્યુ છે પરંતુ લાંબા સમયથી સરહદ ડેરી સામે અને તેમના સામે પણ વ્યક્તિગત અનેક આક્ષેપો થઇ રહ્યા છે. પરંતુ જાણે આ દુષપ્રચારનો કોઇ જવાબ આપવા ન માંગતા હોય તેમ વલમજી હુંબલે અત્યાર સુધી એકપણ વાર તેમના પરના આક્ષેપો મુદ્દે એક શબ્દ પણ ઉચાર્યો નથી. કદાચ સરહદ ડેરી તથા તેમનો વ્યક્તિગત દુષપ્રચાર હોઇ શકે પરંતુ જાહેરમાં જ્યારે આવા આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થાના મનસુબાને ખુલા પાડનાર વલમજી હુંબલ સરહદ ડેરી ઉદ્યોગના થઇ રહેલા દુષપ્રચારને પણ ખુલ્લો પાડી થઇ રહેલા આક્ષેપોનો જવાબ આપે તે ખુબ જરૂરી છે. કેમકે આવા આક્ષેપોથી ડેરી સાથે જોડાયેલા હજારો લોકોને અસર થઇ રહી છે. મંડળીમાં ભષ્ટ્રાચાર-ગેરરીતી,ઉંચી કિંમતે ડેરીની જમીન ખરીદવી આવા અનેક આક્ષેપો ડેરી અને તેમના પર વ્યક્તિગત થયા છે. જે મામલે તેઓ હજુ મૌન છે
સરહદ ડેરી અને લાંબા સમયથી એકહથ્થુ ચેરમેન તરીકે સાશન કરતા વલમજી હુંબલ સામે અનેક આક્ષેપો જાહેરમાં થઇ રહ્યા છે. જો કે તેના જવાબ અત્યાર સુધી આપી તેઓએ દુષપ્રચારનો જવાબ આપ્યો નથી ત્યારે પેટા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાને ખુલ્લા પાડવા સાથે સ્થાનીક ડેરી સામે આક્ષેપો જો દુષપ્રચારમાં આવતા હોય તો તેને પણ ખુલ્લા વલમજી હુંબલે પાડવા જોઇએ