અંજાર-ગાંધીધામ અને ભચાઉ હાઇવે પર થોડા સમયથી ઉભેલી ટ્રકોને નિકશા બનાવી બાઇક પર આવતી ટોળકીની ફરીયાદો ઉઠી હતી ગઇકાલે રાત્રે પણ વરસાણા નજીક બાઇક પર આવેલા શખ્સોએ હથિયાર બતાવી ટ્રકચાલક પાસેથી લુંટ ચલાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યા હતો. ત્યારે ગણતરીની કલાકોમાં અંજાર પોલિસે તેનો ભેદ ઉકેલી નાંખ્યો છે. અને 3 શખ્સોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ઝડપાયેલા 3 શખ્સો મુળ પાટણાના છે. જ્યારે હાલ GIDC ઝુંપડા કાર્ગોમાં રહે છે ગઇકાલે લુંટની ધટના પ્રકાશમાં આવ્યા બાદ ભચાઉથી ગાંધીધામ તરફ 3 શંકાસ્પદ વ્યક્તિઓ બાઇક સાથે આવતા હોવાની હકીકતના આધારે અંજાર પોલિસે બાઇક પર સવાર 3 વ્યક્તિઓની દબોચી લીધા હતા. જેમાં વિશ્ર્ણુ રાજુ મોસપરા,કિશન ચમન ઝઝવાડીયા, તથા જીતુ ગોવિંદ ધધાણીયાનો સમાવેશ થાય છે. પોલિસે 49,110 નો મુદ્દામાલ પણ કબ્જો કર્યો છે. વરસાણા લુંટની સાથે એ ડીવીઝન પોલિસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાનો પણ ભેદ ઉકેલાયો છે. આરોપીઓ બાઇક પર હાઇવે પર ઉભેલી બંધ ટ્રકને નિશાન બનાવી હથિયાર સાથે લુંટ કરવાની એમ.ઓ ધરાવતા હોવાનુ પોલિસે જણાવ્યુ હતુ. અંજાર પોલિસના પી.આઇ એમ.એન.રાણા સહિતની સ્ટાફ કાર્યવાહીમા જોડાયા હતા.